પોરબંદરમાં પતિએ પત્નીના માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી પતાવી દેતા ચકચાર

17 July 2019 05:36 PM
Porbandar Crime
  • પોરબંદરમાં પતિએ પત્નીના માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી પતાવી દેતા ચકચાર

પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડો થતો હતો

રાણાવાવ તા.17
પતી પત્ની વચ્ચે ઝઘડા થવા એ સામાન્ય બાબત હોય પરંતુ આ સામાન્ય બાબતે અવારનવાર ઝઘડા થતા પતીએ વરવુ રૂપ ધારણ કરી લેતા પોરબંદરમાં પતીએ પત્નીના માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી પતાવી દેતા ચકચાર મચી છે.
પોરબંદરના ચોપાટી વિસ્તારમાં આવેલ લોર્ડસ હોટલની સામે રહેતા પ્રશાંત રાજુભાઈ ચોલેરાના લગ્ન 12 વર્ષ પૂર્વે ભાટીયા ગામે રહેતી વૈશાલી સાથે થયા હતા. બન્ને દંપતિ આફ્રીકા રહેતા હતા અને 4 વર્ષ પહેલા પોરબંદર વતનમાં પોતાના ઘરે રહેવા માટે આવ્યા હતા. પતી બેરોજગાર હોવાને લીધે અવારનવાર ઘરકંકાસ થતો હતો.
આ ઝઘડાને કારણે અવારનવાર તેની પત્ની પિયર પણ ચાલી ગઈ હતી. પરંતુ તેના માતા પિતા તેમને સમજાવીને સાસરે મોકલી આપતા હતા અને અવારનવાર ઝઘડાને કારણે તેમના પિતા પણ પોતાના જમાઈને સમજાવવા માટે અને ઝઘડો અટકાવવા માટે આવતા હતા. થોડા સમય પહેલા જ આ પરીણીતાના નણંદ સાથે તેમનો પરિવાર પોરબંદર આવ્યો હતો. સોમવારે વહેલી સવારે વૈશાલી તેના રસોડા પાસે પડી ગઈ હતી. ત્યારે પ્રશાંતે તેના પિતા રાજુભાઈને બુમ પાડીને બોલાવ્યા હતા. અને વૈશાલીના માથામાંથી લોહી નીકળતા હતા. જેથી તાત્કાલીક એમ્બ્યુ,ન્સ બોલાવીને ભાવસિંહજી હોસ્પીટલે લઈ જવામાં આવી હતી, જયાં તબીબે તેને મૃત જાહેર કરતા રાજુભાઈએ ભાટીયા રહેતા તેમના વેવાઈને આ અંગે જાણ કરતા તાત્કાલીક તેઓનો પરીવાર હોસ્પિટલ પહોંચી ગયો હતો અને પોલીસને જણાવ્યું હતું કે મારી પુત્રી વૈશાલીની હત્યા કરવામાં આવી છે. અને આ હત્યા જમાઈ પ્રશાંતે કરી છે અને હત્યા કરવામાં વૈશાલીના સસરા રાજુભાઈ કાંતીલાલ ચોલેરા, સાસુ કામીની તેમજ વિદેશથી આવેલી નણંદ પૂજા ત્રણેયનો હાથ હોવાની શંકા વ્યકત કરીહતી.
જેથી પોલીસે પીએમ કરનાર ડોકટર સાથે ચર્ચા વિમર્શ કર્યા બાદ આખરે વૈશાલીના પિતા ભગવાનજીભાઈ હરિદાસ ગોકાણીની ફરીયાદ નોંધી હતી. જેમાં હત્યાનું કારણ પ્રશાંત કામધંધો કરતો ન હોય અને તેની પત્ની વૈશાલી કામધંધો કરવાનું કહેતી હોય જેથી મનદુ:ખ રાખીને કોઈ બોથડ હથીયાર વડે માર મારી મોત નિપજાવી હોવાનું જણાવ્યું હતું. પોલીસે પતિ સહિત 4 સાસરીયાઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની તજવીજ કબલાબાગ પોલીસ ચલાવી રહી છે.


Loading...
Advertisement