શેરબજારમાં સતત બીજા દિવસે તેજી સેન્સેકસ 39000 ની સપાટી કુદાવી ગયો

16 July 2019 08:56 PM
Business
  • શેરબજારમાં સતત બીજા દિવસે તેજી
સેન્સેકસ 39000 ની સપાટી કુદાવી ગયો

244 પોઈન્ટનો ઉછાળો: હેવીવેઈટ શેરોનાં હુંફે તેજી

રાજકોટ તા.16
મુંબઈ શેરબજારમાં તેજીનું વલણ યથાવત રહ્યું હોય તેમ આજે હેવીવેઈટ શેરોમાં ઉછાળાની હુંફે સેન્સેકસમાં 244 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.શેરબજારમાં માનસ પ્રોત્સાહક હતું અર્થતંત્રમાં આંકડા નબળા આવતા હોવા છતાં તેનો કોઈ નકારાત્મક પ્રભાવ ન હોય તેમ હેવીવેઈટ શેરોનાં જોરે સેન્સેકસ ઉંચે ચડતો રહ્યો હતો. જથ્થાબંધ ભાવાંક બે વર્ષના તળીયે પહોંચતા સારી અસર હતી.શેરબજારમાં આજે યશ બેંક, ઈન્ડીયા બુલ્સ, ઈન્ફોસીસ, એચડીએફસી, દિવાન હાઊસીંગ, લાર્સન, મારૂતી, રીલાયન્સ, ટેલ્કો,ટીસ્કો વગેરેમાં સુધારો હતો જયારે ટીસીએસ, મહીન્દ્ર, હિન્દાલકો વગેરેમાં ઘટાડો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 244 પોઈન્ટના ઉછાળાથી 39141 હતો જે ઉંચામાં 39173 તથા નીચામાં 38845 હતો નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 73 પોઈન્ટનાં સુધારાથી 11661 હતો જે ઉંચામાં 11667 તથા નીચામાં 11573 હતો


Loading...
Advertisement