હવે તમે ગુજરાતી સહીત સાત ભાષામાં ટવીટ કરી શકશો

16 July 2019 08:07 PM
Technology
  • હવે તમે ગુજરાતી સહીત સાત ભાષામાં ટવીટ કરી શકશો

બેંગ્લુરુ તા.16
ભારત સહીત વિશ્ર્વભરમાં લોકપ્રિય માઈક્રો ગ્લોબીંગ સોશ્યલ મીડીયા ટવીટર પર હવે સાત ભારતીયો ભાષામાં ટવીટ કરી શકાય તેવી સુવિધા ટુંક સમયમાં લોન્ચ કરશે. છેલ્લા પાંચ વર્ષમાં ટવીટરનો આ સૌથી મોટો બદલાવ છે જેમાં હિન્દી, ગુજરાતી, મરાઠી, ઉર્દૂ, તામીલ, બેંગાલી અને કન્નડા ભાષામાં ટવીટ કરવાની સુવિધા મળશે. ટવીટરનો વ્યાપ વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગત સપ્ટેમ્બર માસથી ટવીટર દ્વારા આ નવુ ફીચર ઉમેરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી અને હવે અમલમાં મુકવા જઈ રહ્યું છે.


Loading...
Advertisement