ઈલેકટ્રોનિકસ મેન્યુફેકચરીંગમાં ભારત ચીનને ટકકર આપશે: માસ્ટર પ્લાન તૈયાર

16 July 2019 02:38 PM
India Technology
  • ઈલેકટ્રોનિકસ મેન્યુફેકચરીંગમાં ભારત ચીનને ટકકર આપશે: માસ્ટર પ્લાન તૈયાર

દેશને ઈલેકટ્રોનિકસ એકસપોર્ટ હબ બનાવવા પીએમઓએ એપલ, સેમસંગ, સહિતની કંપનીઓનો સંપર્ક સાધ્યો

નવી દિલ્હી તા.16
દેશને ઈલેકટ્રોનિકસ એકસપોર્ટ હબ બનાવવા માટે સરકારે કોશીશો શરૂ કરી દીધા છે. આ ક્ષેત્રે ચીનના મુકાબલે ભારતે પ્લાન બનાવ્યો છે. જે મુજબ પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) એ એક હાઈ લેવલ પેનલ બનાવી છે. જેણે અનેક ગ્લોબલ કંપનીઓનો સંપર્ક કર્યો છે. અને પૂછયુ છે કે ભારતને પ્રોડકશન બેઝ બનાવવા માટે તેમને શું સુવિધાઓ જોઈએ છે.
આ કંપનીઓમાં એપલ, સેમસંગ, સીમેંસ, ફોકસકોન, ઈન્ટેલ અને બોસ સામેલ છે. આથી ઈલેકટ્રોનિકસ મેન્યુફેકચરીંગમાં ચીનને કઠોર ટકકર આપવાની સાથે સાથે વધારે વિદેશી રોકાણ હાંસલ કરવાના સરકારની યોજનાના સંકેત મળે છે.
સુત્રોના જણાવ્યા મુજબ પેનલે હાલમાં જ અમેરીકા યુરોપ, તાઈવાન અને દક્ષિણ કોરીયાની કંપનીઓ સાથે મીટીંગ કરી હતી. પેનલ હાલ એક રિપોર્ટ તૈયાર કરી રહી છે. જેમાં આ કંપનીઓને ઝડપથી ભારત લાવવા માટે પોલીસીમાં ફેરફારનાં બારામાં સુચનો આપવામાં આવશે.
આ મીટીંગમાં ચીનની કંપનીઓ સામેલ નહોતી.
ઉલ્લેખનીય છે કે અમેરીકા અને ચીન વચ્ચેનાં તનાવમાં ભારત ઈલેકટ્રોનિકસની મેન્યુફેકચરીંગ અને એકસપોર્ટનાં એક આકર્ષક બેઝ તરીકે ખુદને રજુ કરવાનો મોકો તલાસી રહ્યું છે. જોકે સરકાર જાણે છે કે જો ભારતને વિયેટનામ જેવા દેશોની તુલનામાં અધિક આકર્ષક બનવુ છે તો ખૂબ ઝડપથી એક બહેતર નીતિ બનાવવી પડશે વિયેટનામે ઈન્સેન્ટીવ્સ દ્વારા દક્ષિણ કોરીયાની સેમસંગ જેવી કંપનીઓને મેન્યુફેકચરીંગ પ્લાંટ લગાવવા માટે આકર્ષિત કરી છે.


Loading...
Advertisement