હર્બલ એલોપેથિકને ટકકર મારે છે: ઘાવ ભરવામાં કારગત

16 July 2019 02:16 PM
Health
  • હર્બલ એલોપેથિકને ટકકર મારે છે: ઘાવ ભરવામાં કારગત

એમ્સની સ્ટડીમાં કરાયો દાવો

નવીદિલ્હી તા.16
એલોપથીની જેમ હર્બલ (જડીબુટ્ટી) દવા પણ ઘાવને ભરવામાં કારગત છે તેમ એમ્સની એક સ્ટડીમાં ખુલાસો થયો છે. ડોકટરનું કહેવું છે કે જેટલો ફાયદો એલોપથી થાય છે એટલો જ ફાયદો હર્બલ દવાથી પણ થાય છે. પ્રથમવાર આ પ્રકારની દવાનો ઉપયોગ દાઝી જવાથી થયેલા ઘાવને ભરવામાં થયો હતો જેમાં હર્બલ દવા કારગત નીવડી હતી.
આ પ્રકારના પ્રયોગની આગેવાની કરનાર એમ્સના ડોકટર મનીષ સિંઘલે જણાવ્યું હતું કે નેચરલ પ્રોડકટના બારામાં ભારે આપણા વિચારો પોઝીટીવ હોય પણ પ્રમાણ ન હોવાના કારણે ડોકટરો તેનો ઉપયોગ નથી કરતા.
ડો. મનીષે વધુમાં જણાવ્યુ હતું કે આ દવાનો આદિવાસી વિસ્તારમાં લોકો ઉપયોગ કરે છે, પરંતુ મેડિકલી તેનો ઉપયોગ નથી થતો કારણ કે તેનો સાયન્ટીફિક કો પુરાવો નથી. આયુષ મંત્રાલય ટ્રાયલ માટે દવા ઉપલબ્ધ કરાવી હતી. ટ્રાયલ માટે દર્દીઓની કેર એમ્સના બર્ન વિભાગ દ્વારા કરવામાં આવી હતી.
ડો. સિંઘલે જણાવ્યું હતું કે અમે 60 દર્દીઓને 30-30ના ગ્રુપમાં વહેંચી દીધા હતા. એક ગ્રુપને નોર્મલ એલોપેથની દવા અપાઈ અને બીજા ગ્રુપને હર્બલ દવા અપાઈ. ટ્રાયલમાં જોવા મળ્યું કે ઘાવ ભરવામાં જેટલી એલોપેથીક દવા કારગત નીવડી એટલી જ હર્બલ પણ કારગત નીવડી. કેટલાક દર્દીઓને તો એલોપેથીકથી વધુ ઝડપથી અસર થઈ હતી. ડોકટરે જણાવ્યું હતું કે એલોપેથમાં સાઈડ ઈફેકટ હોય છે, જયારે હર્બલમાં નથી હોતી.


Loading...
Advertisement