વર્ષાંતે દેશમાં 10 લાખ વાઈ-ફાઈ હોટ સ્પોટ સેન્ટર

16 July 2019 02:05 PM
India Technology
  • વર્ષાંતે દેશમાં 10 લાખ વાઈ-ફાઈ હોટ સ્પોટ સેન્ટર

શોપીંગ માર્કેટથી લઈને રોડ સાઈડ ટી-સ્પોર્ટ તમામ સ્થળે ઈન્ટરનેટ સુવિધા :સરકારનો મહત્વાકાંક્ષી પ્લાન: મોબાઈલ કંપનીઓને નેટવર્કનું ‘પુલ’ બનાવવા જણાવાશે: એક જ વખત લોગ-ઈનથી સુવિધા

નવી દિલ્હી:
દેશમાં ડીજીટલ યુગને ઝડપથી પ્રસરાવવા સરકારે તમામ જાહેર સ્થળો પર વાઈ ફાઈ- હોટ-સ્પોટ સર્જવાની તૈયારી કરી છે અને તેમાં તમામ ખાનગી ટેલીકોમ કંપનીઓ પણ જોડાવા અને વર્ષના અંત સુધીમાં દેશમાં 10 લાખ વાઈ-ફાઈ હોટ-સ્પોટનું સર્જન કરવા માટે સામે લેવાની યોજના બનાવી છે.
જે વિશ્ર્વભરમાં નેશનલ વાઈફાઈનું શ્રેષ્ઠ મોડેલ હશે. હાલ દેશમાં રેસ્ટારાથી લઈને એરપોર્ટમાં કલોઝડ વાઈફાઈવ સેન્ટર જોવા મળે છે જયારે કેટલાક જાહેર સ્થળોએ વાઈફાઈ સુવિધા મર્યાદીત સમય માટે આપવામાં આવે છે પણ સરકાર હવે વધુને વધુ સ્થળો ખાસ કરીને માર્કેટ તથા પબ્લીક પ્લેસ પર વાઈ-ફાઈ સુવિધા આપવા માંગે છે. જેનાથી લોકોને શોપીંગ, રોડવાઈઝ, માર્કેટ પાર્કીંગ તથા સીનેમા ટિકીટ ખરીદીમાં પણ ઓનલાઈન થવાની પ્રેરણા મળશે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનીકેશન દ્વારા વાઈફાઈ ઈન્ટર પોર્ટીબીલીટીને પણ મહત્વ આપવા નિર્ણય લીધા છે. જેથી એક જ વાઈફાઈ સ્પોટ પર લોગ-ઈન થવાથી તે અન્ય વાઈફાઈ સ્પોટ પર ઓટોમેટીક કનેકટીવીટી મળી રહે અને તેમાં એક નોમીનલ ચાર્જ હશે જે પ્રી-પેઈડ બેલેન્સથી ચૂકવી શકાશે. સરકાર ઈચ્છે છે કે તમામ ટેલીકોમ કંપનીઓ આ માટે એક નેટવર્ક પુલ બનાવે અને તેના આધારે તે લોકોને આ સેવા આપે જેથી દરેક કંપનીના મોબાઈલ ધારકોને આ સેવા સરળતાથી મળશે. આ માટે રોમીંગ ટેકનોલોજીનો સહારો લઈ શકાય છે.
આ માટે ટેલીકોમ કંપનીઓ અને ટેલીકોમ વિભાગ એક ડિઝાઈન બનાવીને તેને મોડેલને ટેસ્ટ કરીને પછી રોલઆઉટ કરશે તેવું સેલ્યુલર ઓપરેટર એસો. ઓફ ઈન્ડીયાના ડિરેકટર રાજન મેથ્યુએ જણાવ્યું હતું. સરકાર ભારત વાઈફાઈ સબકાઈબર્સ બેઈઝ ઉભો કરવાની વિચારણા કરે છે. જેનાથી ગ્રાહક એક જ વખત પ્લાન ખરીદી દેશભરમાં તે સુવિધાનો ઉપયોગ કરી શકશે. બે વર્ષમાં 50 લાખ વાઈફાઈ હોટસ્પોટ છે કે ગ્રામીણ સ્તર પર લઈ જવા માંગે છે. દેશની ટોચની મોબાઈલ કંપની રીલાયન્સ જીયોના જણાવ્યા મુજબ તેણે 3 લાખ વાઈફાઈ હોટ સ્પોટ સર્જયા છે. જો કે તમામ કંપનીઓ હવે તેની આ સેવાને વિસ્તૃત બનાવવા જઈ રહી છે.


Loading...
Advertisement