રાજકોટને મળી વધુ એક દિલ્હીની ફ્લાઇટ: 1 ઓગસ્ટથી દરરોજ 2 ફ્લાઈટ દિલ્હી માટે ઉડાન ભરશે, હજુ રાજકોટ-મુંબઈ ફ્લાઇટ વિશે અનિશ્ચિતતા

16 July 2019 01:20 PM
Rajkot Travel
  • રાજકોટને મળી વધુ એક દિલ્હીની ફ્લાઇટ: 1 ઓગસ્ટથી દરરોજ 2 ફ્લાઈટ દિલ્હી માટે ઉડાન ભરશે, હજુ રાજકોટ-મુંબઈ ફ્લાઇટ વિશે અનિશ્ચિતતા

રાજકોટના સાંસદ મોહન કુંડારિયા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી પરષોત્તમ રૂપાલાની રજૂઆતને મળી સફળતા

રાજકોટ: શહેરના સાંસદ મોહન કુંડારિયા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી પરસોતમ રૂપાલા દ્વારા થોડા દિવસો પૂર્વે જ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને રાજકોટ દિલ્હી માટેની વધુ એક ફ્લાઇટ શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે આ રજૂઆતને સફળતા મળી છે જેમાં અત્યાર સુધી દરરોજની એક ફ્લાઈટ દિલ્હી જતી હતી. જ્યારે હવે 1 ઓગસ્ટથી દરરોજની બે ફ્લાઇટ રાજકોટ થી દિલ્હી જશે

પ્રાપ્ત વિગતો અનુસાર એર ઇન્ડિયાની રાજકોટ દિલ્હીની નવી ફ્લાઈટ 1 ઓગસ્ટથી શરૂ થશે જે દરરોજ બપોરે 2.35 એ રાજકોટ આવ્યા બાદ 3.10 એ રાજકોટથી દિલ્હી જવા રવાના થશે. નવી ફ્લાઈટ માટે સાંસદ મોહન કુંડારીયાની રજૂઆતની અસર થઇ જેના કારણે હવે દિલ્હી જવા માટે દરરોજની બે ફ્લાઈટ રાજકોટથી ઉડાન ભરશે જોકે મુંબઈના મુસાફરો માટે તકલીફ યથાવત રહી છે. હાલ 3 દિવસ સવારે અને 4 દિવસ સાંજની દિલ્હી ની ફ્લાઈટ રાજકોટથી ઉડાન ભરે છે જ્યારે હવે વધુ એક એર ઇન્ડિયાની ફ્લાઇટ રાજકોટથી ભરશે.


Loading...
Advertisement