દેશમાં ફકત ભારતીય યુગલ જ સરોગસીથી બાળક મેળવી શકશે

16 July 2019 11:34 AM
Gujarat Woman
  • દેશમાં ફકત ભારતીય યુગલ જ સરોગસીથી બાળક મેળવી શકશે
  • દેશમાં ફકત ભારતીય યુગલ જ સરોગસીથી બાળક મેળવી શકશે
  • દેશમાં ફકત ભારતીય યુગલ જ સરોગસીથી બાળક મેળવી શકશે
  • દેશમાં ફકત ભારતીય યુગલ જ સરોગસીથી બાળક મેળવી શકશે

ગુજરાતમાં આણંદ પાસે ચાલતા સરોગેટ-મધર વ્યવસાયનો અંત આવશે : લોકસભામાં કાનૂન રજુ: કોઈ મહીલા એક જ વખત સરોગેટ મધર બની શકશે: રાજય-કેન્દ્ર કક્ષાએ બોર્ડ રચાશે

ગુજરાતમાં અને ખાસ કરીને આણંદ પાસે એક મેડીકલ ટુરીઝમ બીઝનેસ જેવા બની ગયેલા સરોગસી-કુખ ભાડે આપવાના વ્યવસાયને હવે બ્રેક લાગી જશે. કેન્દ્ર સરકારે હવે આ પ્રકારની કોમર્સીયલ સરોગસી પર પૂર્ણ રીતે પ્રતિબંધ મુકવા અને ફકત નજીકના સંબંધી જ આ રીતે ગર્ભાશય ભાડે આપીને તેના સંતાનને જન્મ આપી શકશે. આમ ઉછીના ગર્ભાશયથી બાળ જન્મને પણ નૈતિકતા સાથે જોડી દેવાયુ છે.
ગઈકાલે સરકારે આ માટે સરોગસી (રેગ્યુલેશન) બિલ 2019 દાખલ કર્યુ હતું. જેમાં રાષ્ટ્રીય અને રાજય સ્તરે સરોગસી બોર્ડ રચાશે અને તેમાં ઉછીના લીધેલા ગર્ભાશયની આવક મેળવવાના માર્ગમાં કોઈ નાણાકીય કે અન્ય શરતો નહી હોય તે નિશ્ર્ચિત કરશે. આ નવા કાનૂન મુજબ ફકત ભારતીય યુગલો જેઓના લગ્નને પાંચ વર્ષ થયા હોય અને તેઓ મહિલાના ગર્ભથી ખાસ જન્મ માટે સક્ષમ ન હોય તે જ આ માર્ગે સરોગસીનો આશરો લઈ શકશે જે માટે મહિલાની ઉંમર 25થી50 વર્ષ અને પુરુષની ઉમર 26થી55 વર્ષ નિશ્ર્ચિત કરાઈ છે. ઉપરાંત કોઈપણ મહિલા ફકતિઅક જ વખત સરોગેટ મધર બની શકશે. દેમાં અનેક કલીનીકો સરોગસીનો વ્યવસાય કરે છે અને તેમાં નાણાની કમાણી કરે છે.


Loading...
Advertisement