રાજકોટ : મહિલા ASI ખુશ્બુએ કોન્સ્ટેબલ રવિરાજસિંહ ને ગોળી મારી હત્યા કરી અને પોતે આપઘાત કર્યો, છેલ્લા ઘણા સમયથી બન્ને પતિ પત્ની ની જેમ રહેતા હતા ...પોલીસે જણાવી બનાવની માહિતી

16 July 2019 01:47 AM
Rajkot
  • રાજકોટ : મહિલા ASI ખુશ્બુએ કોન્સ્ટેબલ રવિરાજસિંહ ને ગોળી મારી હત્યા કરી અને પોતે આપઘાત કર્યો, છેલ્લા ઘણા સમયથી બન્ને પતિ પત્ની ની જેમ રહેતા હતા ...પોલીસે જણાવી બનાવની માહિતી
  • રાજકોટ : મહિલા ASI ખુશ્બુએ કોન્સ્ટેબલ રવિરાજસિંહ ને ગોળી મારી હત્યા કરી અને પોતે આપઘાત કર્યો, છેલ્લા ઘણા સમયથી બન્ને પતિ પત્ની ની જેમ રહેતા હતા ...પોલીસે જણાવી બનાવની માહિતી
  • રાજકોટ : મહિલા ASI ખુશ્બુએ કોન્સ્ટેબલ રવિરાજસિંહ ને ગોળી મારી હત્યા કરી અને પોતે આપઘાત કર્યો, છેલ્લા ઘણા સમયથી બન્ને પતિ પત્ની ની જેમ રહેતા હતા ...પોલીસે જણાવી બનાવની માહિતી
  • રાજકોટ : મહિલા ASI ખુશ્બુએ કોન્સ્ટેબલ રવિરાજસિંહ ને ગોળી મારી હત્યા કરી અને પોતે આપઘાત કર્યો, છેલ્લા ઘણા સમયથી બન્ને પતિ પત્ની ની જેમ રહેતા હતા ...પોલીસે જણાવી બનાવની માહિતી
  • રાજકોટ : મહિલા ASI ખુશ્બુએ કોન્સ્ટેબલ રવિરાજસિંહ ને ગોળી મારી હત્યા કરી અને પોતે આપઘાત કર્યો, છેલ્લા ઘણા સમયથી બન્ને પતિ પત્ની ની જેમ રહેતા હતા ...પોલીસે જણાવી બનાવની માહિતી

૧૫ દિવસ પેહલા બન્ને મુંબઈ - માથેરાન સાથે ફરવા ગયા હતા : રવિરાજ પર ગોળી ધરબી ત્યારે તે ઘરે જવાની તૈયારી કરતો હતો

રાજકોટ ૧૫, રાજકોટ તથા સૌરાષ્ટ્રમાં ચકચાર મચાવનાર મહિલા ASI ખુશ્બુ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજ સિંહ સાથે અપમૃત્યુના કેસ અંગે આજે પોલીસ કમિશનર કચેરીએ DCP મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી. આ બન્નેનું મૃત્યુ ગુરુવાર ૧૧ જુલાઈ રોજ થયું હતું.

સ્થળ તપાસ, ફોરેન્સિક રિપોર્ટ, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ, ગોળીની દિશા, ઘટના સ્થળ પર થી મળતા પુરાવા બાદ માહિતી અપાઈ હતી.

ASI ખુશ્બુ એ પોતાના સર્વિસ રિવોલ્વર થી રવિરાજ સિંહને ૧.૫ ફૂટે થી ગોળી મારી અને ત્યાર બાદ પોતાને ગોળી મારી સુસાઇડ (આપઘાત) કર્યો. આપઘાત કર્યા પેહલા ખુશ્બૂ એ રવિરાજ પર ગોળી ચલાવ્યા બાદ ઓશીકા થી લોહી રોકવાની કોશિશ કરી પરંતુ નિષ્ફળ ગઈ.

આ સિવાય ઘટના સ્થળેથી પોલીસને વધુ એક સર્વિસ રિવોલ્વર મળી હતી, જે અન્ય ASI વિવેક ની હોવાની જાણકારી મળી હતી. ASI વિવેકે ઘટના પહેલા ત્યાં ગયો હતો અને પોતાના હાથે કબાટમાં રિવોલ્વર મૂકી હતી. તે શોપિંગ માટે ગયો હતો અને સાથે હથિયાર ન્હોતું લઈ જવું એટલા માટે ખુશ્બુ ના ઘરે મૂકી હતી.
બીજે દિવસે જ્યારે ઘટના અંગે તેને ખબર પડી એટલે તેને રિવોલ્વર બાબતે પોલીસને જાણ કરી હતી.

બનાવ બન્યો પછી સૌથી પેહલા ત્યાં અજય રાજ સિંહ (જે રવિરાજ સિંહ નો સાળો) ને પોલીસકર્મીઓ ત્યાં પહોંચ્યા હતા.

પેહલા તો ફ્લેટ ની અજુ બાજુ ચક્કર મારી ને નીકળી ગયા પરંતુ પછી પાછા ફરતા ફ્લેટ E ૪૦૨ માં જ્યાં ખુશ્બુ રહેતી તેની બાજુમાં ફર્નિચર કામ ચાલતું હતું અને ત્યાં મિસ્ત્રી ની મદદ થી ફ્લેટ ખોલવામાં આવ્યો.

સાથે રહેલ પોલીસે ફ્લેટમાં બન્નેની લાશ જોતા ૧૦૮ને ફોન કર્યો અને પોલીસ મથકે જાણ કરી.

રવિરાજ સિંહ પરિણીત હતા અને તેમનું પરિવાર મવડીમાં રહે છે.

ટેકનિકલ એનાલીસિસ પર થી જાણવા મળ્યું છે કે બન્ને દરરોજ મળતા, સાથે જમતા અને લગભગ રાત્રીના ૩ વાગ્યા બાદ રવિરાજ તેના ઘરે જતો અને ઘરે જતો પણ મોબાઈલ માં ચેટ ખુશ્બુ સાથે ચાલુ રહેતી. આ રોજનો બનાવ છે એમાં ઘરે જવાના બાબતે બન્ને વચ્ચે ઝગડો થયા હોવાનું પણ જાણવા મળે છે.

જે હાલતમાં બન્ને ડેડ બોડી મળ્યા છે તેમાં જૂના પોલીસ એક્સપર્ટ, ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ, ડોક્ટર્સ, પોલીસ ઉચ્ચ અધિકારીઓ સહિતના લોકોની માર્ગ દર્શન અને ખાસ અભિપ્રાય લેવામાં આવ્યો છે.

બનાવ થયો એના પેહલા રવિરાજ સિંહ ઘરે જવાની તૈયારીમાં હતો. મોબાઈલ, વૉલેટ, ચાવી, વગેરે ખિસ્સામાં હતી.
રવિરાજ એ પુરા કપડાં પહેર્યા હતા અને ASI એ ટી શર્ટ પહેર્યું હતું અને નીચે અંડર ગારમેન્ટ જ પહેર્યું હતું અને કોમ્પ્રોમાઈજિંગ પોઝિશન માં હતી.

રવિરાજ ઘરે જવાની તૈયાર કરી હશે ત્યારે બનાવ બન્યો હશે એવું પોલીસનું માનવું છે. તે ગેલેરી માં વિન્ડો બહાર જોતો હતો ત્યારે ગોળી મારી હતી તેવું અનુમાન છે.

૧૦૮ જ્યારે આવી અને તપાસ કર્યું ત્યારે હથિયાર ખુશ્બુ ના હાથમાં હતું.

બુલેટ ના એન્ટ્રી અને એકસિત પોઇન્ટ બન્ને નો અલગ હતો.

રવિરાજ ને ડાબી સાઇડ થી બુલેટ અંદર આવી અને જમણી બાજુ થી બહાર નીકળી. જ્યારે ખુશ્બૂને જમણી બાજુથી અંદર આવી અને ડાબી બાજુ થી બહાર નીકળી હોવાનું ખબર પડી છે કે પોસ્ટ મોર્ટમ માં પણ પુષ્ટિ થઈ છે.

રવિરાજ ની એન્ટ્રી માં સાઇઝ ૧.૮ x ૧.૩ સેન્ટીમીટર છે જે નાનો છે જ્યારે ખુશ્બુ નો એન્ટ્રી પોઇન્ટ છે તે રાઇટ સાઇડ થી લેફ્ટ સાઇડ છે અને સાઇઝ ૪.૫ x ૩ સેન્ટીમીટર છે. બન્ને નો જમણો હાથ સ્ટ્રોંગ છે. ફોરેન્સિક ના એક્સપર્ટ જણાવે છે એન્ટ્રી પોઈન્ટ નજીક હોય ત્યાં સ્ટાર જેવું થઈ જાય, ભાગ કાળો થઈ જાય જે ખુશ્બુ માં જોવા મળે છે.
ખુશ્બુ એ ચાર વખત ફાયરિંગ કર્યું છે. પોલીસ નું અનુમાન છે કે પહેલી ગોળી રવિ રાજ ને મારી, જ્યારે બીજી મારતા મિસ ફાયર થયું છે, ત્રીજી તેમને પોતાને મારી પર બરાબર ન થયું ત્યારે ચોથી ફાયર કરતા તેઓએ આપઘાત કર્યો છે.
ખુશ્બુ ના કપડાં અને ખભા પર થી ગન પાઉડર મળી આવેલ છે.

ખુશ્બુ અને રવિરાજ બન્ને ઘટના ના ૧૫ દિવસ પેહલા સાથે મુંબઈ અને માથેરાન ફરવા પણ ગયા હતા. એમના ફોટોગ્રાફ પણ ફ્લેટ પર થી મળી આવ્યા છે.
આમની સાથે ASI વિવેક અને તેમનો પરિવાર પણ સાથે ગયો હતો એન્ડ તે દરમ્યાન તેવું જાણવા મળે છે કે રવિરાજ ને ઘરે થી ફોન આવ્યો અને ખુશ્બુ અને રવિરાજ વચ્ચે બોલાચાલી થઈ હતી.

રવિરાજ એ ખુશ્બૂને નાણાકીય બાબતે મદદ પણ કરી છે. પરિવારજનો ને જાણ પણ કરી દીધી છે.

ફ્લેટ જેમાં બનાવ બન્યો તે એક અન્ય ASI નો છે. મરનાર ખુશ્બુ નું રાજકોટમાં મૂળ મકાન રામનાથપરા માં છે.
E ૪૦૧ માં જે મિસ્ત્રી કામ કરતા તેને પણ વિટનેસ બનાવ્યા છે અને તેમની પાસે માહિતી મેળવી છે તેવું પોલીસે જણાવ્યું છે.
રવિરાજ નું એક રૂટિન શેડ્યુલ જાણવા મળે છે કે તે રાતના ૯ વાગ્યે આવતા અને મધરાત્રે ૩ વાગ્યે તેમના ઘરે જવા નીકળ્યા.
બનાવ ના દિવસે રાત્રીના ૧૧.૩૦ કલાકે રવિરાજ ના પત્નીએ તેમને ફોન કર્યો જે ન ઉપાડ્યો અને રાત્રીના ત્રણ વાગ્યે મિસ કોલ થઈ જાય છે.
નાણાકીય વ્યવહારમાં બેંક દ્વારા હેરફેર ની માહિતી પ્રાપ્ત થઇ હોવાનું જણાય છે.

ખુશ્બુ માં ઘૂંટણ ના ભાગમાં ઘસારો હતો તે અંગે પોલિસી જણાવ્યું કે ડેડ બોડી ફેરવવા દરમ્યાન થયું છે, જે ડોક્ટરે લેખિતમાં આપ્યું છે.

આ બનાવમાં રવિરાજ ના પરિવારજનો ફરિયાદી બને તેવી શક્યતા છે.

બનાવ બન્યો તે અગાઉ ASI વિવેક ૧૧.૦૫ સુધી તેના પત્ની જોડે ફ્લેટ જ હતો. ત્યારબાદ ચારેય કોટેચા ચોક આવે છે અને બાદમાં વિવેક અને તેમના પત્ની ઘરે જાય છે અને ૧૧.૫૩ ના ખુશ્બુ અને રવિરાજ ફ્લેટ પર પરત ફરે છે.
ખુશ્બુ અને રવિરાજ એક બીજાને પતિ પત્ની તરીકે સંબોધન કરતા હતા તેથી તમામ પ્રકારના સંબધો હોય તેવું પોલીસનું અનુમાન છે.

પોલીસ અને રવિરાજ નું પરિવાર ખુશ્બુ ના ફ્લેટ પર પહોંચ્યું કેવી રીતે ?
આ અંગે પોલીસ જણાવે છે કે રાત્રીના ૩ વાગ્યા સુધી જ્યારે રવિરાજ ઘરે નથી આવ્યો અને પત્ની નો ફોન નથી ઉપાડ્યો ત્યારે પત્નીએ તેમના પિતાને કહ્યું (રવિરાજ ના સસરાને ) ત્યારબાદ સસરા એ તેમના વેવાઈને કહ્યું અને બધા પોલીસ સ્ટેશને આવ્યા. પોલીસને થોડી ઘણી આ બન્ને વચ્ચે જાણ હતી તેથી ખુશ્બુ ના ઘરે ગયા.

હજુ પણ તપાસ ચાલુ જ રહેશે તેવું DCP ડૉ.મનોહર સિંહ જાડેજા એ જણાવ્યું હતું.


Loading...
Advertisement