નારાયણનગરના હેમેન્દ્રસિંહ જાડેજા ઉપર રાજભા વાળા સહિત 2 શખ્સોનો ધોકાથી હુમલો

15 July 2019 08:38 PM
Rajkot
  • નારાયણનગરના હેમેન્દ્રસિંહ જાડેજા ઉપર
રાજભા વાળા સહિત 2 શખ્સોનો ધોકાથી હુમલો

વ્યાજના પૈસા કયારે આપવાના છે? તેવું કહી : ઈજાગ્રસ્ત પ્રૌઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ: ગોંડલ ચોકડી વિસ્તારમાં બન્યો બનાવ: પોલીસ તપાસ શરૂ

રાજકોટ તા.15
આજે બપોરે ગોંડલ ચોકડી વિસ્તારમાં વ્યાજના પૈસાની લેતીદેતી બાબતે બે શખ્તસોએ નારાયણનગરના ક્ષત્રિય સમાજના પ્રૌઢ પર ધોકા પાઈપથી હુમલો કરતા ઈજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ઈજાગ્રસ્તના નાનાભાઈએ જણાવ્યું હતું કે વ્યાજે લીધેલા પૈસા ચૂકવી દેવાયા છે માત્ર વ્યાજની નાની મોટી રકમની ઉઘરાણી કરી હુમલો કરવામાં આવ્યો હતો.
આ બાબતે મળતી વિગતો મુજબ કોઠારીયા સોલવંટ વિસ્તારના નારાયણનગર-8માં રહેતા હેમેન્દ્રસિંહ મકબુલસિંહ જાડેજા (ઉ.52) આજે બપોરે બારેક વાગ્યે ગોંડલ રોડ પર આજે બપોરે બારેક વાગ્યે ગોંડલ રોડ પર ગોંડલ ચોકડીએ કૈલાષ પાનની બાજુમાં હતા ત્યારે રાજભા વાળા અને કાળુ એમ બે શખ્સોએ હેમેન્દ્રસિંહ જાડેજા પર ધોકા પાઈપથી હુમલો કરતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા છે.
ઈજાગ્રસ્તના નાનાભાઈએ જણાવ્યું હતું કે આર્થીક સંકડામણ સમયે તેમના મોટાભાઈએ રાજભા પાસેથી રૂા.2થી અઢી લાખ જેવી રકમ વ્યાજે લીધી હતી.
જૈ પૈસા ચુકવાઈ ગયા છે પણ વ્યાજની નાની મોટી રકમ ચૂકવવાની બાકી હોય હવે કયારે પૈસા આપવા છે? તેવું કહી હેમેન્દ્રસિંહ જાડેજા ઉપર હુમલો કરાયો હતે.
સિવિલ હોસ્પીટલ સુત્રોની જાણ પરથી આજીડેમ પોલીસ આગળની તજવીજ હાથ ધરી છે.


Loading...
Advertisement