અન્ય રાજયનાં વાહન ધારકોએ લાયસન્સ રીન્યુ કે એડ્રેસ ચેન્જ માટે હવે એનઓસી નહીં દેવુ પડે

15 July 2019 07:44 PM
Rajkot Gujarat
  • અન્ય રાજયનાં વાહન ધારકોએ લાયસન્સ રીન્યુ કે એડ્રેસ ચેન્જ માટે હવે એનઓસી નહીં દેવુ પડે

અરજદારોની હાલાકી નિવારવા વાહન વ્યવહાર કમિશ્નરનો નિર્ણય

રાજકોટ તા.15
અન્ય કોઈ રાજય કે જિલ્લાનાં વ્યકિતઓ રાજય કે જિલ્લા ફેર કરે ત્યારે, ડ્રાઈવીંગ લાયસન્સનાં રીન્યુઅલ અને સરનામામાં ફેરફાર માટે તેને આર.ટી.ઓ સમક્ષ એન.ઓ.સી. આપવુ પડતુ હતું પરંતુ હવે આવા કિસ્સામાં ગુજરાતમાં કોઈ એનઓસી આપવુ નહિં પડે તેવો નિર્ણય રાજયના વાહન વ્યવહાર કમિશ્નરે લીધો છે અને આ અંગેનો એક ખાસ પરિપત્ર બહાર પાડી તેની અમલવારી શરૂ કરી દેવા રાજકોટ સહીત રાજયભરનાં આર.ટી.એ અધિકારીઓને આદેશ આપેલ છે.
આ પરિપત્રમાં જણાવાયું છે કે અરજદારનાં ડ્રાઈવીંગ લાયસન્સની વિગતો સારથી 4.0 માં ઉપલબ્ધ છે. તેવા અરજદારો માટે ડ્રાઈવીંગ લાયસન્સ રીન્યુઅલ ડુપ્લીકેટ કે સરનામામાં ફેરફાર માટેના સંજોગોમાં એક જીલ્લામાંથી બીજા જીલ્લામાં ટ્રાન્સફરની કામગીરી માટે એનઓસીની જરૂર રહેતી નથી તેમ જણાવેલ છે.
મંત્રાલયના ધ્યાન ઉપર આવેલ છે કે સામાન્ય રીતે ઘણા બધા રાજય દ્વારા વાહન ચાલક સરનામું બદલે કે રીન્યુ કરાવવા જાય ત્યારે એનઓસી લેવાનું અમલી બનાવેલ જેના કારણે અરજદારોને ઘણી હાલાકી ભોગવવી પડતી હતી. આથી હવે જયારે જીલ્લાના તથા રાજયોના અરજદારોએ ડ્રાઈવીંગ લાયસન્સ રીન્યુઅલ કે સરનામામાં ફેરફારની અરજી વખતે એનઓસી મેળવવા માટે સારથી 4 માં ડેટા હોવાથી મુળ લાયસન્સ રીન્યુઅલ કે સરનામામાં ફેરફારની અરજી આવે ત્યારે જુની પ્રથા રદ કરી સારથી ડેટાબેઝ કે ઈ-ચલણ એપ દ્વારા ઓનલાઈન વેરીફીકેશન કરવાનું રહેશે.
આમ હવે વાહન ધારકને એન.ઓ.સી. લેવાની ઝંઝટમાંથી મુકિત મળશે અને ખોટી હાલાકીનો સામનો નહીં કરવો પડે.


Loading...
Advertisement