ASI-કોન્સ્ટેબલ આપઘાત પ્રકરણમાં આજ સાંજ સુધીમાં રહસ્ય પરથી પડદો ઉંચકાશે....

15 July 2019 05:38 PM
Rajkot Crime Saurashtra
  • ASI-કોન્સ્ટેબલ આપઘાત પ્રકરણમાં આજ સાંજ સુધીમાં રહસ્ય પરથી પડદો ઉંચકાશે....

બંનેએ આપઘાત કર્યો કે હત્યા કરી આત્મહત્યા ચિત્ર સ્પષ્ટ થશે : બંનેની કોલ ડીટેઇલ, વોટસએપ ચેટીંગ અને એફએસએલ રિપોર્ટ બનશે મહત્વનો પુરાવો : ત્રાહીત વ્યકિતની સંડોવણી હોવાની શકયતા નહીવત

રાજકોટ તા.15
શહેરમાં ચકચારી બનેલા મહિલા એએસઆઇ ખુશબુ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાના આપઘાત પ્રકરણમાં જયા આ ઘટના બની હતી તે ફલેટમાં અન્ય એએસઆઇ વિવેક કુછડીયાની સર્વિસ રિવોલ્વર મળી આવ્યા બાદ આ પ્રકરણ શંકાસ્પદ બની ગયું છે. ત્યારે સત્તાવાર સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ આજે સાંજ સુધીમાં પોલીસ આ રહસ્યમય ઘટના પરથી રહસ્યનો પડદો ઉચકાશે.

બુધવારે રાત્રીના યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરજ બજાવનાર મહિલા એએસઆઇ ખુશબુ રાજેશભાઇ કાનાબાર તથા કોન્સ્ટેબલ રવિરાજસિંહ અશોકસિંહ જાડેજાએ કાલાવડ રોડ પર રંગોલી પાર્ક પાસેની આવાસ યોજનાના ફલેટમાં આપઘાત કર્યાની ઘટના ગુરૂવાર સવારના પ્રકાશમાં આવી હતી. બાદમાં આ પ્રકરણમાં બંનેએ આપઘાત કર્યા કે એકની હત્યા કર્યા બાદ બીજાએ આત્મહત્યા કરી સહિતની દિશામાં ઉચ્ચ પોલીસ અધિકારીની રાહબરીમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસની તપાસ દરમિયાન ફલેટમાંથી યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઇ વિવેક કુછડીયાની સર્વિસ રિવોલ્વર મળી આવી હતી. બાદમાં આ પ્રકરણમાં વધુ ભેદભરમની સ્થિતિ નિર્માણ થઇ હતી. પોલીસ દ્વારા એએસઆઇ વિવેક કુછડીયાની પુછપરછ કરાતા મહિલા એએસઆઇ અને કોન્સ્ટેબલ તેના મિત્ર હોય તે પત્ની સાથે તેમના ફલેટે ગયા હતા. દરમિયાન આ રિવોલ્વર ભુલી ગયાનું જણાવ્યું હતું.

પરંતુ બીજી તરફ આ બનાવમાં અનેક શંકાસ્પદ મુદા સામે આવ્યા હતા કે પ્રથમ કોણે ગોળી મારી? હત્યા કરી આપઘાત કયોૃ કે કેમ? કે પછી કોઇ ત્રાહીત વ્યકિતની સંડોવણી છે કે કેમે? ખરેખર બે રાઉન્ડ જ ફાયરીંગ થયા કે કેમ? સહિતના મુદ્દે કોઇ સચોટ ઉતર તપાસ દરમિયાન ન મળતા આ ઘટના રહસ્યમય બની છે.

દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારી પાસેથી જાણવા મળતી વિગતો મુજબ આજ સુધીમાં એફએસએલ રિપોર્ટ તથા બંનેની કોલ ડીટેઇલ, વ્હોસએપ ચેટીંગ સહિતના પુરાવા પોલીસને હાથ લાગી જવાનો આશાવાદ છે અને ત્યારબાદ ચકચારી પ્રકરણમાં રહસ્ય પરથી પડદો ઉંચકાઇ જશે. પોલીસના વિશ્ર્વાસપાત્ર સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ હત્યા કરી આપઘાત કર્યો હોઇ તેવી શંકા વધુ સેવાઇ રહી છે. જયારે ત્રાહીત વ્યકિતની આ ઘટનામાં સંડોવણી હોવાની શકયતા નહીવત જણાઇ રહી છે.

ઘટના રાત્રીના 2 થી 2:30 વાગ્યાના સમયગાળામાં બની હોવાની પ્રબળ શંકા
મહિલા એએસઆઇ કે.આર.કાનાબાર તથા કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાના ચકચારી બનેલા આપઘાત પ્રકરણમાં તપાસનીશ પોલીસ અધિકારીએ તમામ મુદા પર કરેલી તપાસ બાદ એવો મત વ્યકત કર્યો હતો કે આ ઘટના બુધવારે મોડી રાત્રીના બે થી અઢી વાગ્યાના સમયગાળા દરમિયાન બની હોવાની પ્રબળ આશંકા છે.

ફલેટમાં સર્વિસ રિવોલ્વર ભૂલી જનાર એએસઆઇ કુછડીયા સામે ખાતાકીય તપાસ
ગુરૂવારે મહિલા એએસઆઇ ખુશબુ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાની કાલાવડ રોડ પરની આવાસ યોજનાના ફલેટમાં ગોળીથી વિંધાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા બાદ આ ઘટનાને લઇ ભારે ચકચાર જાગી છે.

પોલીસની તપાસ દરમિયાન ખુશબુ કાનાબારના ફલેટમાં જેનાથી ફાયરીંગ થયું હતું તે મહિલા એએસઆઇની સર્વિસ રિવોલ્વર ઉપરાંત વધુ એક સર્વિસ રિવોલ્વર મળી આવી હતી. પોલીસની તપાસમાં સર્વિસ રિવોલ્વર યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઇ વિવેક કુછડીયાની હોવાનું માલુમ પડયું હતું.
પોલીસ દ્વારા પુછપરછ કરાતા એએસઆઇએ ભુલથી અહીં સર્વિસ રિવોલ્વર મુકી દીધી હોવાની વાત જણાવી હતી. ત્યારે સર્વિસ રિવોલ્વર ભુલી જવા જેવી બેદરકારી દાખવવા સબબ એએસઆઇ કુછડીયા સામે ખાતાકીય તપાસનો આદેશ કરવામાં આવ્યો છે. જેની તપાસ એસીપીને સોંપવામાં આવી છે.

Loading...
Advertisement