ડાયાબીટીસ પિતા બનવા સામે પણ મોટી અડચણ: આઈવીએફ ઈચ્છતા 49% પુરુષોમાં સુગર લેવલ ઉંચું

13 July 2019 06:34 PM
Health
  • ડાયાબીટીસ પિતા બનવા સામે પણ મોટી અડચણ: આઈવીએફ ઈચ્છતા 49% પુરુષોમાં સુગર લેવલ ઉંચું

ભારત ડાયાબીટીસનું પાટનગર છે, એનું પ્રતિબંધ આઈવીએફ કિલનીકમાં જોવા મળ્યું

મુંબઈ તા.13
વિશ્ર્વના ડાયાબીટીસ પાટનગર તરીકેનું વરવું બિરુદનું પ્રતિબંધ ઈન્ફર્ટિલિટી કિલનીકસમાં જોવા મળે છે. દક્ષિણ મુંબઈના એક આઈબીએફ કિલનીકની છેલ્લા છ મહિનામાં મુલાકાત લેનારા પુરુષોમાંથી અડધાનું સુગર લેવલ અતિ ઉંચું જોવા મળ્યું હતું.
પેડર રોડની જસલોક હોસ્પીટલમાં પોતાના સેન્ટર ખાતે અભ્યાસ કરનારા ઈન્ફર્ટિલિટી એકસપર્ટ ડો. ફિરુઝા પરીખના જણાવ્યા મુજબ ડાયાબીટીસ કંટ્રોલ કરવામાં ન આવે તો ડાયાબીટીસ હાર્ટ, કીડની, આંખો અને નર્વસ સીસ્ટમને અસર થાય છે. એ જાણીતી વાત છે પણ ડાયાબીટીસના કેટલાક સ્વરૂપ શુક્રાણુના વિઘટન, સ્તંભન બરાબર ન થવું અને સેકસમાંથી રસ ઉડી જવા ભણી દોરી શકે છે.ઓકટોબરમાં ફિલાડેલ્ફીઆમાં યોજાનારી અમેરિકન સોસાયટી ઓફ રિપ્રોડકટીવ મેડીસીનની બેઠકમાં આ અભ્યાસ રજુ થશે.આ અભ્યાસમાં સરેરાશ 35 વર્ષની ઉંમરના 727 પુરુષોના બ્લડ સુગર ચકાસવામાં આવ્યું હતું. એમાંના 62(8.5%) ડાયાબીટીસ હતા, પણ 279(38.4%) પ્રિ-ડાયાબીટીક હતા. ડો. પરીખે જણાવ્યું હતું કે વધુ પડતું સુગર હોવાની વાતને મોટાભાગના પુરુષોએ હળવાશથી લીધી હતી.
ઈન્ટરનેશનલ ડાયાબીટીસ ફાઉન્ડેશન મુજબ ભારતમાં પુખ્ત લોકોમાં 7.2 કરોડ અથવા 8.8% ને ડાયાબીટીસ છે. એના અંદાજ મુજબ મુંબઈના 10% એડલ્ટ પુરુષોને ડાયાબીટીસ છે.
ડો. પરીખનો દાવો મુજબ ડાયાબીટીસ ડીએનએને અસર કરે છે. ડાયાબીટીસના કારણે ઈમ્પ્રેગેશન લાંબો સમય લઈ શકે છે, અથવા કસુવાવડ થઈ શકે છે. વાસ્તવમાં આઈવીએફ (ઈન વિટ્રો ફર્ટિલીટી) ઈચ્છતા મોટાભાગના દંપતીઓને ડોકટરો પ્રયાસ પહેલાં છ મહીના સુગર લેવલ ઘટાડવા જણાવે છે.એન્ડોકિનોલોજીસ્ટ ડો. શશાંક જોશીના જણાવ્યા પ્રમાણે આઈવીએફ કિલનીકની મુલાકાત લેતા પુરુષોમાં ઉંચુ સુગર જોવા મળ્યું એમાં નવાઈ નથી. ધુમ્રપાન કરતા, તમાકુ ચાવતા અને ઉંચુ યુરિક એસીડ ધરાવતા અથવા હાર્દની બીમારીની શરુઆત થઈ હોય તેવા પુરુષો ડાયાબીટીસનો ભોગ બને છે. ધુમ્રપાન નહીં કરવું, ધીમે ચાવીને ખાવું, નમક ટાળવું અને નિયમીત વ્યાયામ એ આરોગ્યની ચાવી છે.


Loading...
Advertisement