ક્રૂડ ઓઇલમાં વણથંભી તેજી, સપ્તાહમાં 4.8 ટકાનો ઉછાળો

13 July 2019 12:33 PM
Business India
  • ક્રૂડ ઓઇલમાં વણથંભી તેજી, સપ્તાહમાં 4.8 ટકાનો ઉછાળો

મુંબઇ :
ક્રૂડ ઓઇલના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. મેકિસકોના ગલ્ફમાં આવી રહેલા સાયકલોન અને ઇરાન તથા અમેરીકા વચ્ચે તંગદીલી સર્જાઇ શકે એવી ટૂંકા ગાળાની ગણતરી સામે આગલા વર્ષે માગ કરતાં પુરવઠો વધુ હશે એવા મંદીના કારણો હાવી થઇ ગયા છે. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો ભારત જેવા આયાત પર નિર્ભર રહેતા દેશ માટે ચિંતાજનક સમાચાર છે.
શુક્રવારે ન્યુ યોર્કમાં વેર્સ્ટન ટેકસસ વાયદો 10 સેન્ટ વધીને 60.30 અને લંડન બ્રેન્ટ ક્રૂડ વાયદો 32 સેન્ટ વધી 68.34 ડોલર પ્રતિ બેરલ છે. આ સપ્તાહમાં અત્યાર સુધી બ્રેન્ટ વાયદો 3.9 ટકા અને વેસ્ટર્ન ટેસસ 4.8 ટકા વઘ્યો છે.
મેકિસકોના ગલ્ફ પર અત્યારે સાયકલોન બેરી આવી રહ્યું છે. શનિવારે અમેરીકાના લુઇઝીયાના ખાતે ટકરાય એવા આ સાઇકલોનની ગતિ 74 માઇલ્સ કરતાં પણ વધારે હોઇ શકે છે. આ સાઇકલોનને કારણે અમેરીકામાં ક્રુડનું ઉત્પાદન, રિફાઇનીંગ અને વિતરણ બંધ કરવું પડે એવી શકયતા છે.
બીજી તરફ ગુરૂવારે ઇરાને એક બ્રિટીશ ઓઇલ ટેન્કર પર કબજો મેળવવાનો પ્રયત્ન કર્યા હોવાના અહેવાલથી અમેરીકા અને ઇરાન વચ્ચે સંબંધો વણસી શકે એવી શકયતા છે. આવા જ એક બનાવમાં અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ઇરાન પર લશ્કરી હુમલો કરવા તૈયાર થઇ ગયા હતા. આ ઉપરાંત અમેરીકામાં કૂડ ઓઇલનો સ્ોક ત્રણ મહિનામાં સૌથી વધુ નીચો હોવાના અહેવાલ પણ બજારમાં ભાવને ટેકો આપી રહ્યો છે.
પેટ્રોલનો વાયદો 0.3 ટકા વધીને 1.984પ પ્રતિ ગેલન, ડીઝલ 0.1 ટકા ઘટી 1.9760 પ્રતિ ગેલન અને નેચરલ ગેસ વાયદો 0.પ ટકા વધીને 2.429 પ્રતિ મિલ્યન બ્રિટિશ થર્મલ યુનિટ છે.
ભારતમાં બુધવારે ઇન્ડિયન બાસ્કેટ ઓફ ક્રૂડ અઇલ 64.78 ડોલર પ્રતિ બેરલ હતી જે ગુરૂવારે વધી 66.57 ડોલર પ્રતિ બેરલ થઇ છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આ બાસ્કેટ સાથે જોડાયેલ હોય છે. બાસ્કેટનો ભાવ વધે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધે છે. દરમિયાન ભારતમાં એમસીએકસ પર ક્રૂડ તેલ જુલાઇ કોન્ટ્રેકટ બેરલદીઠ 4140 ખૂલી, ઉપરમાં 4165 અને નીચામાં 4134 બોલાઇ પ્રથમ સત્રના અંતે 9 રૂપિયા વધીને 4141 રૂપિયા બંધ રહ્યો હતો. જયારે નેચરલ ગેસ જુલાઇ કોન્ટ્રેકટ પ્રથમ સત્રના અંતે 1.4 વધીને બંધમાં 166.4 રૂપિયા રહ્યો હતો.


Loading...
Advertisement