માત્ર ગળ્યા પીણાં જ નહીં, મીઠાસ વગરના ફ્રુટ જુસથી પણ કેન્સરનો ખતરો

12 July 2019 08:35 PM
Health
  • માત્ર ગળ્યા પીણાં જ નહીં, મીઠાસ
વગરના ફ્રુટ જુસથી પણ કેન્સરનો ખતરો

માત્ર 100 એમએલનું દરરોજ સેવન કરાય તો કેન્સરનું જોખમ 18% વધે છે

નવી દિલ્હી તા.12
દરરોજ સોડા પીવાથી તમારું વજન વધવા સાથે મેદસ્વી પર બનતા જાવ છો એટલું જ નહીં, તમને કેન્સર થવાનું જોખમ પણ વધે છે, હાલમાંજ થયેલા એક અભ્યાસમાં આ વાતનો ખુલાસો થયો હતો. આચર્ય પમાડનાર વાત એ છે કે આ કેટેગરીમાં માત્ર સોડા જ નહીં, ફ્રુટ જુસ પણ આપે છે.
જો કોઈ વ્યક્તિ માત્ર 100 એમએલ સોડા પીવે તો પણ એને કેન્સર થવાનું જોખમ 18% વધી જાય છે. બ્રિટીશ મેડીકલ જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસ મુજબ દરરોજ સોડાનું સેવન કરવાથી એકલા બ્રેસ્ટ ટ્યુમરનું જોખમ 22% વધી જાય છે. સંશોધકોને જાણવા મળ્યું કે માત્ર સોડા જ હીં, પણ મીઠાસ વગરના (ગળ્યા હોય તો પણ) ફ્રુટ જયુસ પણ આરોગ્ય માટે હાનિકારક છે. દરરોજ ફ્રુટ જયુસ પીવાથી કેન્સરનું જોખમ વધે છે.
આ અભ્યાસ ફ્રાંસમાં કરવામાં આવ્યો હતો. ન્યુટ્રીશન અને હેલ્થ વચ્ચે કયો સંબંધ છે તે જાણવા કોશીશ કરવામાં આવી હતી. અભ્યાસમાં સંશોધકોને જણાયું કે સ્વીટ ડ્રીન્કસ એટલે કે ગળ્યા પીણાં એ કેન્સર વચ્ચે કનેકશન છે. આ અભ્યાસ પરથી સ્પષ્ટ થયું છે કે હેલ્ધી બતાવી વેચવામાં આવતા ફ્રુટ જયુસ વાસ્તવમાં આપણી તંદુરસ્તી માટે નુકશાનકારક છે. આ અભ્યાસ માટે સંશોધકોએ 97 પીણાં અને 12 કૃત્રિમ તો ગળ્યા કરવામાં આવેલા 12 પદાર્થ આવરી લીધા હતા. એમાં કાર્બોનેટેડ ડ્રિન્કસ, સ્પોર્ટ ડ્રિન્કસ, સિરપ અને પ્યોર ફ્રુટ જયુસ સામેલ છે.


Loading...
Advertisement