જીએસટી રીટર્ન ફાઈલ કરનારાની સંખ્યા 10 ટકા ઘટી ગઈ: સરકાર સ્તબ્ધ

12 July 2019 11:59 AM
Budget 2019 India
  • જીએસટી રીટર્ન ફાઈલ કરનારાની સંખ્યા 10 ટકા ઘટી ગઈ: સરકાર સ્તબ્ધ

ચાર મહિનામાં 8 લાખ રીટર્ન ઓછા ભરાયા: ટેકસ ચુકવણીમાંથી છટકી જતા વેપાર ઉદ્યોગકારો પર હવે દરોડાથી માંડીને અનેકવિધ પગલાની તૈયારી

નવી દિલ્હી તા.12
બે વર્ષથી લાગુ પડેલા જીએસટી કાયદામાં બેફામ કરચોરી તથા તે ડામવા અને અનેકવિધ મુશ્કેલીઓ દૂર કરવાના શ્રેણીબદ્ધ પગલા છતાં જીએસટી રીટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યા છેલ્લા ચાર મહીનાથી ઉતરોતર ઘટતી હોવાની આંકડાકીય માહિતી જાહેર થઈ છે.
ફેબ્રુઆરીથી મે મહિનાના ચાર મહિનાના સમયગાળામાં જીએસટી રીટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યામાં આઠ લાખનો ઘટાડો થયો છે. જે કુલ રીટર્નના 10 ટકા થવા જાય છે. સતાવાર સાધનોએ કહ્યું હતું કે 1.03 કરોડ વેપાર ઉદ્યોગકારોને જીએસટીઆર-3જી ફોર્મ ફાઈલ કરવામાં થાય છે. તેની સામે મે મહિનામાં આ આંકડો 75 લાખથી થોડો વધુ થયો છે. તેનો અર્થ એવો થાય છે કે ચોથા ભાગના 25 ટકા વેપાર ઉદ્યોગકારોએ જીએસટી કાયદા હેઠળ અનિવાર્યપણે ભરવાના થતા રીટર્ન ફાઈલ કર્યા નથી.
કેન્દ્ર સરકારે રાજયસભામાં એમ કહ્યું હતું કે જીએસટી કાયદામાં સામેલ તમામ વેપારીઓ રીટર્ન ફાઈલ કરી રહ્યા છે. જો કે, રાજય નાણાંપ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું કે રીટર્ન-ટેકસ નહીં ભરનારા વેપારીઓને શોધવા માટે સરકાર મોટાપાયે ત્રાટકવાના પગલા વિચારી રહી છે. કરવેરા વિભાગના અધિકારીઓ દ્વારા દરોડાનો દોર શરુ કરાવવાના પગલાનો પણ તેમાં સમાવેશ
થાય છે.
આશ્ર્ચર્યજનક બાબત એ છે કે ચાર મહીનાના આ સમયગાળામાં જીએસટી હેઠળ રજીસ્ટર્ડ વેપારીઓની સંખ્યા 23 લાખ વધીને 1.03 થઈ હતી જયારે જીએસટીઆર-3બી ભરનારાઓની સંખ્યામાં 10 ટકાથી વધુનો ઘટાડો થયો છે.
ફેબ્રુઆરી મહીનામાં એક કરોડ નોંધાયેલા વેપારીઓમાંથી 84 લાખ વેપારીઓએ રીટર્ન ફાઈલ કર્યા હતા. માર્ચમાં તે સંખ્યા ઘટીને 82.5 લાખ થઈ હતી. એપ્રિલમાં વધુ ઘટીને 79 લાખ તથા એપ્રીલમાં 75 લાખ પર આવી ગઈ હતી.


Loading...
Advertisement