વર્લ્ડ કપ | ઇંગ્લેન્ડ નો ઓસ્ટ્રેલિયા સામે ૮ વિકેટે વિજય : રવિવારે યજમાન ઇંગ્લેન્ડ - ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ

12 July 2019 01:32 AM
Sports
  • વર્લ્ડ કપ | ઇંગ્લેન્ડ નો ઓસ્ટ્રેલિયા સામે ૮ વિકેટે વિજય : રવિવારે યજમાન ઇંગ્લેન્ડ - ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ

રવિવાર ૧૪ જુલાઈના લોર્ડ્સમાં જે પણ ટીમ જીતશે તે સૌ પ્રથમ વાર 'ચેમ્પિયન' થશે | લીગ મેચમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને ૧૧૯ રને હરાવ્યું છે

Advertisement

લંડન તા. ૧૨, એજબેસ્ટન માં ગ્રાઉન્ડ પર રમાનાર વર્લ્ડ કપ સેમી ફાઇનલમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ના મુકાબલામાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને ૮ વિકેટે હરાવ્યું.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પેહલા દાવ લેવાનું પસંદ કર્યું. ત્યારે ઓસ્ટ્રેલિયા ૪૯ ઓવર માં ૨૨૩ રને ઓલઆઉટ થઈ ગયું,જેમાં સ્મિથના ૮૫ અને કેરીના ૪૬ મુખ્ય હતા. ઇંગ્લેન્ડના બોલરે પ્રારંભ માં જ ત્રણ વિકેટ લઈ લીધી હતી. ૧૪ રનમાં ત્રણ વિકેટ પડી ગયા બાદ સ્મિથ અને કેરીની રમત થી ઓસ્ટ્રેલિયા ૨૦૦ ઉપર નો ટાર્ગેટ કરી શકી. ઇંગ્લેન્ડ તરફથી વોક્સ અને રશીદે ત્રણ વિકેટ લીધી,આર્ચર એ બે વિકેટ લીધી હતી.
૨૨૪ ના લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડે આસાનીથી ચેઝ કરી વિશ્વકપના ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો. ઇંગ્લેન્ડ તરફથી ઓપનર રોયે ૬૫ બોલમાં ૮૫ રન કર્યા, રૂટના ૪૬ બોલમાં ૪૯ અણનમ, મોર્ગનના ૩૯ બોલમાં ૪૫ રન અણનમ ના મદદ થી ઇંગ્લેન્ડએ ૩૨.૧ ઓવરમાં ફકત બે વિકેટ ગુમાવી ૨૨૬ રન કર્યા.

Advertisement