મારી ફૈબાની દિકરીને કેમ છૂટાછેડા આપ્યા? તેવું કહી 3 શખ્સોનો 2 યુવાનો પર છરી-પાઈપથી હુમલો

11 July 2019 08:07 PM
Rajkot Crime
  • મારી ફૈબાની દિકરીને કેમ છૂટાછેડા આપ્યા? તેવું કહી 3 શખ્સોનો 2 યુવાનો પર છરી-પાઈપથી હુમલો

કિરીટ અને મુન્નાભાઈ ચૌહાણ પર વિજય કટારીયા, ધલો કટારીયા અને શાંતિલાલ કટારીયા તૂટી પડયા: ઈજાગ્રસ્તે બંને ભાઈ સારવારમાં

Advertisement

રાજકોટ તા.11
શહેરના યુનિવર્સિટી રોડ પર ત્રણ શખ્સોએ બે સગાભાઈઓ પર છરી અને પાઈપ વડે હુમલો કરી ઘાયલ કર્યાની ગાંધીગ્રામ (યુનિ-2) પોલીસમાં ફરીયાદ નોંધાવાઈ છે. પોલીસે હુમલાખોરોને પકડવા કવાયત આદરી છે. મહિલાને છૂટાછેડા આપવા મુદ્દે હુમલો થયાનું પોલીસમાં જાહેર કરાયું છે. આ બાબતે મળતી વિગતો મુજબ જામકંડોરણા તાલુકાના દડવી ગામે રહેતા કિરીટભાઈ મનસુખભાઈ ચૌહાણ અને મુન્નાભાઈ મનસુખભાઈ ચૌહાણ એમ બન્ને ભાઈઓ પર શહેરના યુનિવર્સિટી રોડ તોરલ પાર્ક મેઈન રોડ પર, કાલાવડના 3 શખ્સો વિજય અરવિંદ કટારીયા, ધલો શાંતિલાલ કયારીયા તેમજ શાંતિલાલ કટારીયા એમ ત્રણેય શખ્સોએ અમારા ફૈબાની દિકરીને કેમ છૂટાછેડા આપી દિધા? એ મુદ્દે બબાલ કર્યા બાદ છરી અને પાઈપ વડે હુમલો કરતા બન્ને ઈજાગ્રસ્ત ભાઈઓને સારવાર માટે દવાખાને ખસેડાયા છે. ગાંધીગ્રામ (યુનિ.) પોલીસે હુમલાખોર શખ્સો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


Advertisement