સૌરાષ્ટ્રમાં ઉચ્ચક વેરાની સ્કીમનો લાભ લેનારા 3 હજાર વેપારીઓ પરેશાન

11 July 2019 08:05 PM
Saurashtra
  • સૌરાષ્ટ્રમાં ઉચ્ચક વેરાની સ્કીમનો લાભ લેનારા 3 હજાર વેપારીઓ પરેશાન

નવું ફોર્મ સી.એમ.પી. 08 હજુ સાઈટ ઉપર મૂકાયું જ નથી! રીટર્ન ભરવું કેમ?

રાજકોટ તા.11
જીએસટી રબર ધરાવતા વેપારી કે જેણે કમ્પોઝીશન (ઉચ્ચક વેરો) સ્કીમનો લાભ લીધો હોય તેવા વેપારીએ 1 એપ્રિલથી 30 જુન સુધીનું નવું ફોર્મ સીએમપી 08 ભરવાનું થાય છે.
જો કે સરકારે કમ્પોઝીશનનું આગલુ જૂનું ફોર્મ જીએસટીઆર-4 બંધ કરી દીધુ અને નવું ફોર્મ રજૂ સાઈટ ઉપર મુકાયું નથી અને વેપારીઓએ રીટર્ન ભરવાની છેલ્લી તા.18 જુલાઈ છે. ત્યારે વહેલાસર સાઈટ ઉપર ફોર્મ મુકવા માટે લાગણી વ્યકત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં અંદાજે 3 હજાર જેટલા વેપારીને હજુ રીટર્ન ભરવાના બાકી છે અને હજુ નવું ફોર્મ સાઈટ ઉપર મૂકાયું નથી. આથી 3 હજાર જેટલા વેપારીઓમાં ચિંતાની લાગણી સાથે પરેશાની જન્મી છે અને વ્હેલી તકે આ ફોર્મ સાઈટ ઉપર મૂકવામાં આવે તેવી લાગણી અને માંગણી વ્યકત કરી છે.


Loading...
Advertisement