નગર પ્રાથમીક શિક્ષણ સમિતિમાં કલાર્કની ભરતી-બઢતીમા કૌભાંડનો આક્ષેપ: એન.એસ.યુ.આઈના હોદેદારો દ્વારા સુત્રોચ્ચાર

11 July 2019 08:02 PM
Rajkot
  • નગર પ્રાથમીક શિક્ષણ સમિતિમાં કલાર્કની ભરતી-બઢતીમા કૌભાંડનો આક્ષેપ: એન.એસ.યુ.આઈના હોદેદારો દ્વારા સુત્રોચ્ચાર

નિમણુંક પત્રની નકલ આપવાની માંગ સાથે શાસનાધિકારીને આવેદનપત્ર

Advertisement

રાજકોટ નગરપ્રાથમીક શિક્ષણ સમિતિમાં કલાર્કની નિમણુંક અને બઢતીમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરી એન.એસ.યુ.આઈ.નાં હોદેદારોએ આ પ્રકરણમાં આજે સુત્રોચ્ચાર કરી શાસનાધિકારી ડોડીયાને આવેદનપત્ર સુપ્રત કરી ઉગ્ર રજુઆત કરી હતી.
આ અંગે એન.એસ.યુ.આઈ.નાં ઉપપ્રમુખ નરેન્દ્ર સોલંકી, દર્શિલ મકવાણા, વિશ્ર્વ દિપસિંહ જાડેજા, નોવીલ પટેલ, અર્જુનસિંહ જાડેજા,ધર્મેશ રાઠોડ તથા હિરેન રાઠોડે નગર પ્રાથમીક શિક્ષણ સમિતિની કચેરીમાં કેટલાંક કારકુન સરકારની સુચવેલ નિયમોનુસારની કાર્યવાહીનો ઉલાળીયો કરી માત્ર લાગવગનાં આધારે કામ કરતાં હોવાનો આક્ષેપ કરેલ છે.
શિક્ષણ સમિતિમાં કરોડોના કૌભાંડ થયાનો આક્ષેપ કરી એન.એસ.યુ.આઈ.ના આ હોદેદારોએ જણાવ્યું હતું કે નગર પ્રાથમીક શિક્ષણ સમિતિની કચેરીમાં નવા કલાર્કની નિમણુંક બઢતીમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરી નિમણુંક પત્રની નકલ આપવા તેઓએ માંગણી ઉઠાવી છે.


Advertisement