26 હોકર્સ ઝોન રદ્દ: ગરીબોની રોજી ગઈ

11 July 2019 08:00 PM
Rajkot
  • 26 હોકર્સ ઝોન રદ્દ: ગરીબોની રોજી ગઈ

સ્માર્ટ પ્રોજેકટમાં ફેરીયાઓને કયાંય સ્થાન નહિ: 87 લાખની આવકનું પણ ગાબડુ-ગાયત્રીબા વાઘેલા

Advertisement

રાજકોટ મહાપાલિકા દ્વારા ગરીબ અને શ્રમજીવી વર્ગના લોકોને શાંતિથી ધંધો કરવા નાના મોટા પ્લોટમાં હોકર્સ ઝોનની વ્યવસ્થા કરી આપવામાં આવ્યા બાદ સ્માર્ટ આયોજનો વચ્ચે અત્યાર સુધીમાં 26 હોકર્સ ઝોન રદ્દ કરી દેવાયાની સત્તાવાર માહિતી તંત્રએ જાહેર કરી છે.
પૂર્વ વિપક્ષી નેતા અને કોર્પોરેટર શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ જનરલ બોર્ડમાં મળેલા જવાબ પરથી જણાવ્યું છે કે સ્માર્ટ સીટીના સ્માર્ટ પ્રોજેકટક્સમાં ફેરીયાઓને કોઈ સ્થાન અપાયું નથી. 26 હોકર્સ ઝોન રદ થતા ગરીબોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. ફેરીયાઓ પાસેથી વહીવટી ચાર્જ પેટે થતી આવક બે વર્ષમાં 87.46 લાખ ઘટીને 1.99 કરોડ થઈ ગઈ છે. ટ્રાફીક સહિતના પ્રશ્ર્નના બહાના હેઠળ આ હોકર્સ ઝોન રદ્દ કર્યાનું જણાવાઈ છે પરંતુ ગરીબો પ્રત્યેનો શાસકોનો ભેદભાવ દેખાઈ આવે છે.
છેલ્લા ત્રણ વર્ષમાં હોકર્સ ઝોનમાં ફેરફાર વચ્ચે સેંકડો ગરીબો હેરાન થયા છે. તે હોકર્સ ઝોન રદ્દ થયા તેમાં 10-એ પાણીના ટાંકા પાસે સોજીત્રાનગર વોર્ડ ઓફીસ પાસે, 1-ડી હરસિધ્ધિ પાર્ક, 150 ફૂટ રીંગ રોડ, સ્ટર્લિંગ હોસ્પિટલ, 11-જી ક્રિસ્ટલ મોલ સામે, કાલાવડ રોડ, 11-સી જયોતિનગર, એસ.એન.કે. સ્કૂલ પાસે, કાલાવડ રોડ, 11-ડી જેકે ચોક પુષ્કરધામ મેઈન રોડ, 11-એફ ન્યારી ફિલ્ટર પ્લાન્ટ, કાલાવાડ રોડ, 13-એ ગોવિંદ બંગલા પાઠક સ્કૂલ પાછળ, બાલાજી હોલ પાછળ, 150 ફૂટ રીંગ રોડ, 13-સી સત્યસાંઈ હોસ્પિટલ ડેલ્ટા સ્કૂલ પાસે, સત્યસાંઈ મેઈન રોડ, 13-ડી વૃંદાવન સોસાયટી કાલાવાડ રોડ, ન્યારી ફિલ્ટર સામે, 14-એ સીનેમેક્ષ સામે દેવનગર, નાના મવા મેઈન રોડ, 16-ઈ આજી ડેમ ચોકડી સુલભ પાસે, પોલીસ ચોકી સામે. 16-ઈ ભાવનગર રોડ 80 ફૂટ ચોકડી, 20-સી નવલનગર પ્લોટમાં નવલનગર મેઈન રોડના છેડે, 2-એ છોટુનગર આંગણવાડી સામા, 3-એ તોપખાના હરિજનવાસ ત્રિકોણ પ્લોટ, જામનગર રોડ, 5-એફ જૂની ગડપીઠ, મરચાપીઠ, 6-જી પારેવડી ચોક, કુવાડવા રોડ, 9-એફ ઢેબર રોડ, નાગરિક બેંક સામે, મધુરમ હોસ્પિટલ પહેલાનો પ્લોટ, કીટપરા હોકર્સ ઝોન, પદ્મકુંવરબા હોસ્પીટલ રોડ સાઈડ, ગુંદાવાડી, રણછોડનગર સોસાયટી-26, આઈસીઆઈસીઆઈ પાસે આરએમસી ઈસ્ટ ઝોન ઓફીસ સામે, ભાવનગર રોડ. 11-એ પંચાયત ચોક યુની. રોડ, 9-સી સુચક સ્કૂલ કુંડલીયા કોલેજ પાસે, શાસ્ત્રી મેદાન સામે, નાના મવા ગામ, સીસી રોડના છેડે, ભીમનગર ચોક સામેલ છે. હવે રાજકોટમાં 90 જેટલા હોકર્સ ઝોન ચાલુ છે અને સ્માર્ટ સીટીમાં કોઈ આયોજન નહીં હોવાનું અંતમાં તેઓએ જણાવ્યું છે.


Advertisement