334 કલાર્કને પ્રમોશન અભેરાઈ પર!

11 July 2019 07:59 PM
Rajkot
  • 334 કલાર્કને પ્રમોશન અભેરાઈ પર!

પરીક્ષા ન ગોઠવવામાં કોનું હિત? પછાત વર્ગ કર્મચારી મંડળની કમિશ્ર્નરને રજૂઆત

Advertisement

મ્યુનિ. કોર્પોરેશનમાં વર્ષોથી સીનીયર અને જુનીયર કલાર્કને પ્રમોશન માટે પરીક્ષા ન ગોઠવીને બઢતીમાંથી વંચીત રાખવામાં આવતા હોવાની ફરીયાદ ફરી પછાત વર્ગ મ્યુનિ. કર્મચારી મંડળે કમિશ્ર્નરને કરી છે.
મંડળના પ્રમુખ પી.કે. રાખૈયા, અશોક સોલંકી, અશોક રાઠોડ, જેન્તી વાણીયા, એ.આર. બેડવાએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે 2017માં જુનીયર કલાર્કને સીનીયર કલાર્કમાં પ્રમોશન આપવાની નીતિ સ્ટે.કમીટીએ મંજુર કરી દીધી છે. છઠ્ઠા પગાર પંચ મુજબના પગારધોરણ વાળી 142 જગ્યા ઉપસ્થિત કરાઈ છે. હાલ સીનીયર કલાર્કની જગ્યા પર 100 ટકા બઢતી આપવાનું ધોરણ છે. હેડ કલાર્કની ખાતાકીય પરીક્ષા લઈને પણ પ્રમોશન આપી શકાય છે. 14 જગ્યા આવી છે. હવે કોર્પો.માં નવા વિસ્તારો પર ભળ્યા છે. જુનીયર કલાર્ક 224 અને સીનીયર 110 છે. તેમને લાંબા સમયથી પ્રમોશન અપાતા નથી. ગમ્મે તે કારણે પરીક્ષા લેવામાં આવતી નથી. હાલ કામનું ભારણ અને ભવિષ્યની જરૂરીયાત ધ્યાને લેતા તુરંત બન્ને કેડરમાં બઢતી આપવા રજૂઆત કરવામાં આવી છે.


Advertisement