ગુજરાતમાં રોજ 55 લોકોના આપઘાત-અપમૃત્યુ બે વર્ષમાં સૌથી વધુ 5140 આત્મહત્યા રાજકોટમાં

11 July 2019 07:57 PM
Ahmedabad Government Gujarat
  • ગુજરાતમાં રોજ 55 લોકોના આપઘાત-અપમૃત્યુ બે વર્ષમાં સૌથી વધુ 5140 આત્મહત્યા રાજકોટમાં

Advertisement

ગુજરાતમાં દરરોજ અપમૃત્યુ આપઘાતનાં 55 કેસો નોધાયા છે અને બે વર્ષમાં 40008 લોકોના આપઘાત-અપમૃત્યુ થયા હોવાની માહીતી આજે રાજય વિધાનસભામાં આપવામાં આવી હતી.
કોંગ્રેસનાં ધારાસભ્યના પ્રશ્ર્નના લેખીત જવાબમાં ગૃહ રાજયમંત્રીએ જણાવ્યું હતું કે રાજયમાં છેલ્લા બે વર્ષમાં અપમૃત્યુ આપઘાતના 40008 કેસો નોંધાયા હતા. તેમાંથી 33324 કેસોમાં તપાસ પૂર્ણ થઈ છે.7082 કેસોમાં તપાસ ચાલુ છે.
આપઘાત-અપમૃત્યુના સૌથી વધુ કેસો 5140 રાજકોટ જીલ્લામાં નોંધાયા છે. જયારે અમદાવાદમાં 4332, વલસાડ જીલ્લામાં 4226, સુરત જીલ્લામાં 4047 કેસો નોંધાયા છે.
આ સિવાય જીલ્લાવાર આંકડા ચકાસવામાં આવે તો મોરબી જીલ્લામાં 1077, જામનગરમાં 1763, જુનાગઢમાં 1524, ગાંધીનગરમાં 1152, વડોદરામાં 1554, આણંદમાં 1568, કચ્છમાં 1580, નવસારી જીલ્લામાં 2032 લોકોએ જીવન ટુંકાવ્યા છે.


Advertisement