કર્ણાટક-ગોવા મુદે રાજયસભામાં કોંગ્રેસની ધમાલ: ગૃહ બહાર દેખાવો

11 July 2019 07:54 PM
India
  • કર્ણાટક-ગોવા મુદે રાજયસભામાં કોંગ્રેસની ધમાલ: ગૃહ બહાર દેખાવો

હું કેમ કોઈને પક્ષ છોડતા અટકાવી શકું! વૈકયા

Advertisement

નવી દિલ્હી તા.11
કર્ણાટકની રાજકીય કટોકટીનો પડઘો આજે રાજયસભામાં સંભળાયો હતો અને ધાંધલધમાલના કારણે ગૃહ મોકુફ રાખવાની સભાપતિને ફરજ પડી હતી.
કોંગ્રેસના સભ્યોએ પ્રવર્તમાન રાજકીય કટોકટી માટે ભાજપને જવાબદાર ઠેરવ્યો હતો. કાર્યવાહીમાં વિક્ષેપ નાકી રહેલા કાંગ્રેસી સભ્યોને ઉદેશીને ઉપરાષ્ટ્રપતિ અને ગૃહના સભાપતિ વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું ક હું કોઈને તેમના પક્ષમાં જવા કહી શકું નહી.
કોંગ્રેસના સાંસદોએ આજે સંસદ બહાર પણ કર્ણાટક મુદે દેખાવો કર્યા હતા. તેમની સાથે યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ જોડાયા હતા.


Advertisement