ફાયર સેફટીનું નાટક પુરૂ! માત્ર 31 સ્કૂલ, 8 હોસ્પિટલ, 1 હોટલને NOC

11 July 2019 07:50 PM
Rajkot
  • ફાયર સેફટીનું નાટક પુરૂ! માત્ર 31 સ્કૂલ, 8 હોસ્પિટલ, 1 હોટલને NOC

104 કલાસીસની અરજી મંજૂર: 640 ઈમારતોમાંથી અડધી પણ સેઈફ ન બની

Advertisement

રાજકોટ તા.11
સુરતની આગ દુર્ઘટનાના પગલે રાજકોટમાં આવેલી શૈક્ષણિક સંસ્થા સહિતની બિલ્ડીંગમાં ફાયર સેફટીના સાધનો વગર કામ શરૂ કરવા ન દેવાની મોટે ઉપાડે જાહેરાત કરનાર મહાપાલિકાની કામગીરી સરકારી જ સાબીત થઈ છે. અત્યાર સુધીમાં ફાયર એનઓસી માટે આવેલી કુલ 600 જેટલી અરજીમાંથી હજુ દોઢસોને પણ મંજુરી નહીં આપ્યાનું બહાર આવ્યું છે.
મનપા સુત્રોમાંથી જ મળતી વિગતો મુજબ છેલ્લા સમયગાળા દરમ્યાન ફાયર સેફટીના સાધનો વસાવ્યાનું કહીને કુલ 302 શાળા, 213 કલાસીસ અને 55 જેટલી નાની મોટી હોસ્પિટલે એનઓસી માંગ્યા હતા. આ પૈકી 31 સ્કુલ, 104 કલાસીસ અને 8 હોસ્પિટલને એનઓસી આપવામાં આવેલ છે. એક હોસ્ટેલની અરજી પણ મંજુર કરવામાં આવી છે.
ભૂતકાળમાં જયાં સાધનો ન હોય ત્યાં પણ એનઓસી મળ્યાનું બહાર આવ્યું હતું. જે કચેરી અરજીઓ મંજુર કરીને એનઓસી આપી શકતી નથી તે ફાયર સેફટી ચેકીંગ શું કરતી હશે તે સવાલ ઉઠી ગયો છે.


Advertisement