મેદાન વગરની સ્કૂલ-હોસ્પિટલનું શું કરશો? પાર્કિંગ વેંચી માર્યા બાદ મનપાનું ડહાપણ!

11 July 2019 07:49 PM
Rajkot
  • મેદાન વગરની સ્કૂલ-હોસ્પિટલનું શું કરશો? પાર્કિંગ વેંચી માર્યા બાદ મનપાનું ડહાપણ!

રોડ પહોળા કરવાને બદલે ‘સોફટ ટાર્ગેટ’ આમ જનતા પર ધોકાવાળી

Advertisement

રાજકોટ તા.11
રાજકોટ શહેરમાં ટ્રાફિક પ્રશ્ર્નનો ઉકેલ લાવવાના અનેક નવા આયોજન જોડવાને બદલે મહાપાલિકા પણ પોલીસ સાથે આમ જનતા પર દંડની ધોકાવાળીમાં ઉતરી જતા શાળાએ બાળકોને તેડવા મુકવા જતા લોકોનો કારણ વગર મરો થઈ રહ્યો છે.
મોટી સ્કૂલો બહાર કામગીરીના નાટક પોલીસને બદલે મનપાએ શરૂ કર્યા છે ત્યારે જે શાળામાં કે હોસ્પિટલમાં પાર્કિંગ માટે મેદાન કે જગ્યા જ
નથી ત્યાં તંત્ર શું કરશે તે સવાલ
છે.
જાણીતી સ્કુલો બાદ મનપાની ટીમો ફોટોસેશન કરાવી રહી છે. પાર્કિંગ માટે મેદાન ખુલે તે સારી વાત છે. પરંતુ ઈમ્પેકટના કાયદા હેઠળ મેદાન તો ઠીક પાર્કિંગ પણ વેચી મારનારી મહાપાલિકા હવે નો પાર્કિંગ બદલ દંડ કરવા નીકળતા રોષની લાગણી વધી રહી છે તેમાં પણ કમિશ્ર્નરે તો ઝોન વાઈઝ કાર્યક્રમ નકકી કરી નાખ્યો છે.
કોઈપણ બિલ્ડીંગમાં થોડીવાર માટે સ્કુટર લઈને આવતા જતા લોકો આમ આદમી અને મધ્યમ વર્ગના હોય છે તેમાં પણ વાલીઓ તો સૌથી વધુ નિર્દોષ હોય છે. આવા વર્ગ પર ધોકા પડી રહ્યા છે. ભૂતકાળમાં કોર્પો.એ જ પાર્કિંગના દબાણ રૂપિયા લઈને કાયદેસર કર્યા છે. તો આવા બિલ્ડીંગ બહાર પાર્કિંગ ભંગના કેસ કરવાનો અર્થ શું તે સવાલ છે.
આમ મનપા જાણે રાજકોટમાં 24 કલાકમાં ટ્રાફીક અને પાર્કિંગ સમસ્યા હલ કરી નાખવાની હોય તેમ નીકળી પડતા ભાજપ અને કોંગ્રેસના ઘણા કોર્પોરેટરોમાં પણ રોષ ફેલાયાનું બહાર આવેલ છે.


Advertisement