ખેડુતોની બેહાલી માટે મોદી જવાબદાર: લોકસભામાં રાહુલની સટાસટી

11 July 2019 07:46 PM
India
  • ખેડુતોની બેહાલી માટે મોદી જવાબદાર: લોકસભામાં રાહુલની સટાસટી

આવી સ્થિતિ કોંગ્રેસની દેન: રાજનાથનો જવાબ

Advertisement

સામાન્ય ચૂંટણીમાં પરાજય બાદ કોંગ્રેસ અધ્યક્ષપદેથી રાજીનામુ આપી ચૂકેલા રાહુલ ગાંધીએ આજે લોકસભામાં ઝીરો અવર્સ દરમિયાન ખેડુતોની સમસ્યાનો મુદો ઉઠાવ્યો હતો. તેમણે ખેડુતોની બેહાલી માટે સરકારને જવાબદાર ઠરાવી હતી. મોદી સરકાર પર ખેડુતો સાથે ભેદભાવ રાખવાનો આક્ષેપ કરતા વાયનાડના સાંસદે જણાવ્યું હતું કે ધનવાનોના લાખો કરોડના કરજ માફ થઈ રહ્યા છે.
જયારે ખેડુતોને રાહત આપવા કંઈ થઈ રહ્યું નથી.
રાહુલ ગાંધીએ તેમના મતવિસ્તારમાં એક ખેડુતની આત્મહત્યાના સંદર્ભમાં જણાવ્યું હતું કે વાયનાડમાં બેંકો પાસેથી લોન લેનારા 8000 ખેડુતોને બેંકો તરપથી નોટીસ મોકલવામાં આવી છે, અને તેમની સંપતિ જપ્ત કરાઈ રહી છે.
જવાબમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ખેડુતોની બદહાલી માટે અગાઉની કોંગ્રેસ સરકારોને જવાબદાર ઠરાવી જણાવ્યું હતું કે ખેડુતોની આવક બમણી કરવા પ્રયાસ કરાઈ રહ્યા છે.


Advertisement