શેરબજારમાં તેજી: સેન્સેકસમાં 300 નિફટીમાં 90 પોઈન્ટનો ઉછાળો

11 July 2019 07:33 PM
Budget 2019 India
  • શેરબજારમાં તેજી: સેન્સેકસમાં 300 નિફટીમાં 90 પોઈન્ટનો ઉછાળો

Advertisement

મુંબઈ શેરબજારમાં ચારેક દિ’ની મંદી બાદ આજે વળતો ઉછાળો નોંધાયો છે. સેન્સેકસ 300 પોઈન્ટ ઉંચકાયો હતો.
શેરબજારમાં આજે માનસ પ્રોત્સાહક બન્યું હતું. વિદેશી પોર્ટફોલીયો ઈન્વેસ્ટરો પરના આવકવેરા સરચાર્જ સંબંધી કરવેરા બોર્ડના ચેરમેનના વિધાનથી થોડી રાહત થઈ હતી. વિશ્ર્વબજારની તેજીની સારી અસર થઈ હતી.
શષેરબજારમાં આજે એચડીએફસી, હીરોમોટો, એચડીએફસી બેંક, હિન્દ લીવર, કોટક બેંક, ઈન્ડસાઈન્ડ બેંક, મહીન્દ્ર, મારૂતી, રીલાયન્સ, ટેલ્કો, સ્ટેટ બેંક, ડીશ ટીવી, જીટીપીએલ વગેરે ઉછળ્યા હતા. આઈસીઆઈસીઆઈ બેંક, ટેક મહીન્દ્ર, ઈન્ટર ગ્લોબ વગેરેમાં ગાબડા હતા.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 300 પોઈન્ટના ઉછાળાથી 38857 હતો જે ઉંચામાં 38681 તથા નીચામાં 38631 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 90 પોઈન્ટ વધીને 11588 હતો. જે ઉંચામાં 11599 તથા નીચામાં 11519 હતો.


Advertisement