કર્ણાટક વિવાદ: રાજીનામુ આપનાર ધારાસભ્યોને અધ્યક્ષ સમક્ષ હાજર થવા સુપ્રીમનો આદેશ

11 July 2019 07:31 PM
India
  • કર્ણાટક વિવાદ: રાજીનામુ આપનાર ધારાસભ્યોને અધ્યક્ષ સમક્ષ હાજર થવા સુપ્રીમનો આદેશ

કુમાર સ્વામી સરકારના પતનનું કાઉન્ટડાઉન શરૂ: બહુમતી ગુમાવે તેવા સંકેત : વિધાનસભા અધ્યક્ષ રાજીનામા અંગે નિર્ણય લેશે: છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા રાજકીય વિવાદમાં નિર્ણાયક સ્થિતિ: મુંબઈ સહીત બેંગ્લોર બહાર રહેલા ધારાસભ્યોને સાંજ સુધીમાં બેંગ્લોર પહોંચવું પડશે

Advertisement

નવી દિલ્હી તા.11
કર્ણાટકમાં છેલ્લા દસ દિવસથી ચાલી રહેલા રાજકીય નાટકમાં આજે સુપ્રિમ કોર્ટે નિર્ણાયક વળાંક આપતા બાગી બનેલા તમામ ધારાસભ્યો જેઓએ વિધાનસભામાંથી રાજીનામા આપ્યા છે તેઓને સાંજે 6 વાગ્યા સુધીમાં વિધાનસભા અધ્યક્ષ સમક્ષ હાજર થવા જણાવ્યું છે અને તેમનાં રાજીનામા પર બાદમાં અધ્યક્ષ નિર્ણય લેશે. બીજી તરફ બેંગ્લોરમાં વિધાનસભા સંકુલની આસપાસ કલમ 144 નો અમલ જાહેર કરી દેવાયો છે.
કર્ણાટકનાં 14 જેટલા બાગી સાંસદમાંથી હાલ 10 મુંબઈમાં છે અને તેઓને હવે તાત્કાલીક બેંગ્લોર પહોંચવુ પડશે. આ ધારાસભ્યોએ એવો આક્ષેપ કર્યો હતો કે તેઓએ વિધાનસભામાંથી રાજીનામા આપી દીધા હોવા છતા અધ્યક્ષે તે સ્વીકાર્યા નથી. આ મુદ્દે સુપ્રિમમાં તેઓએ ઘા નાખી હતી. આજે ઉઘડતી અદાલતે સુપ્રિમ કોર્ટના, મુખ્ય ન્યાયમુર્તિ જસ્ટીસ ગોગોઈની ખંડપીઠે રૂબરૂ હાજર થતા ધારાસભ્યોને સાંભળવા અને તેમના રાજીનામા અંગે
નિર્ણય લેવા વિધાનસભા અધ્યક્ષને આદેશ આપ્યો છે.
જેના કારણે હવે છેલ્લા દસ દિવસથી જે સંકટ ચાલી રહ્યું છે તેમાં રાજયની કુમારસ્વામી સરકારને ખરેખર કેટલા ધારાસભ્યોનો ટેકો, છે તે નિશ્ર્ચિત થઈ જશે અને મળતા સંકેતો,મુજબ આવતીકાલ સવાર સુધીમાં કુમારસ્વામી સરકારનું રાજીનામું આવી શકે છે.
બીજી તરફ સુપ્રીમ કોર્ટે અધ્યક્ષ સમક્ષ જતા તમામ બાગી ધારાસભ્યોને સુરક્ષા આપવા રાજયના પોલીસ વડાને આદેશ આપ્યો છે.


Advertisement