જામનગરમાં ચા ની હોટલના ગેસનો બાટલો લીકેજ થતા આગ ફાટી નીકળી

11 July 2019 07:23 PM
Jamnagar
  • જામનગરમાં ચા ની હોટલના ગેસનો બાટલો લીકેજ થતા આગ ફાટી નીકળી
  • જામનગરમાં ચા ની હોટલના ગેસનો બાટલો લીકેજ થતા આગ ફાટી નીકળી
  • જામનગરમાં ચા ની હોટલના ગેસનો બાટલો લીકેજ થતા આગ ફાટી નીકળી
  • જામનગરમાં ચા ની હોટલના ગેસનો બાટલો લીકેજ થતા આગ ફાટી નીકળી

મોબાઇલની દુકાન પણ આગની લપેટમાં આવી આગથી રૂા.7 લાખનું નુકસાન

Advertisement

જામનગર તા.11
જામનગરમાં સજુબા સ્કુલ પાસે માગધારી ચા ની હોટલમાં આગ ફાટી નીકળી હતી જે આગની જવાળાએ મોબાઇલની દુકાનને લપેટમાં લેતા રૂા.7 લાખનું નુકસાન થયુ હતું. આગને કાબુમા ફાયર બ્રિગ્રેડની ટીમે બે ફાયરની ગાડીનું ફાયરીંગ કરી આગને કાબુમાં લીધી હતી.
સજુબા હાઇસ્કુલ સામે માલધારી ચા ની હોટલમાં આજે સવારે એકાએક આગ ફાટી નીકળી હતી. આગની જાણ ફાયર બ્રિગ્રેડને કરતા તુર્ત ફાયરની ટીમ પહોચી થઇ બે ગાડીનું ફાયરીંગ કરેલ હતુ. પરંતુ ત્યા સુધી માં જ આગ એટલી વિકરાળ હતી કે ચા ની હોટલ ઉપર આવેલ મોબાઇલ દુકાનને આગે લપટેમાં લઇ લીધી હતી અને મોબાઇલ દુકાન આગમાં ખાખ થઇ ગઇ હતી.
આગ લાગવાનું કારણ અંગે ગેસનો બાટલો લીકેજ ચા ની હોટલમાં થવાથી આગ લાગી હોવાનું બહાર આવ્યુ છે ત્યારે આગથી માલધારી ચાની હોટલના માલિક રાજેશભાઇ પરમાર અને મોબાઇલ દુકાનના માલિક ઇમરાનભાઇ કુરેશીએ કુલ 7 સાત લાખનું નુકસાન થયાનું જાહેર કયુ હતુ. જો કે આગ થી કોઇ જાનહાની થઇ ન હતી.


Advertisement