જામનગર અને લાલપુર તાલુકામાં પીજીવીસીએલની મેગા ડ્રાઇવ

11 July 2019 07:21 PM
Jamnagar
  • જામનગર અને લાલપુર તાલુકામાં પીજીવીસીએલની મેગા ડ્રાઇવ

સવારથી જ 62 ટીમ દ્વારા હાથ ધરાયું ચેકિંગ: વિજચોરોમા ફફડાટ: જામનગર જીલ્લામાં વીજ ચરી અટકાવવા સતત ચોથા દિવસે વીજચોરો ઉપર બોલાવતી ધોસ

જામનગર.તા.11
જામનગર જીલ્લામાં આજે પણ વીજ ચોરી અટકાવવા પીજીવીસીએલ દ્વારા લાલપુર, સમાણા અને વેરાડ સબ ડિવીઝન હેઠળ આવતા વિસ્તારોમાં ધામા નાખ્યા હતા અને 62 ટીમ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં વીજ કનેકશનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આજે સતત ચોથા દિવસે જામનગર જીલ્લામાં પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી અટકાવવા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આજે સવારથી જ પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી અટકાવવા હાથ ધરાયેલી ડ્રાઈવમાં લાલપુર, સમાણા અને વેરાડ સબ ડીવીઝન હેઠળ આવતા વિસ્તારો એટલે કે જામનગર અને લાલપુર તાલુકાના ગામડાઓમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી. પીજીવીસીએલની 62 ટીમ દ્વારા આજે ચેકિંગ કરવામાં આવ્યું હતું. સવારથી જ વીજ ટીમે ધામા નાખતા વીજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
આજે હાથ ધરાયેલી ચેકિંગ કાર્યવાહીમાં વીજ ટુકડીઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 18 એક્ષ આર્મીમેન, 15 જીયુવીએનેલ પોલીસ તેમજ 20 સ્થાનિક પોલીસનો બંદોબસ્ત પણ સાથે રાખવામા આવ્યો છે. નોંધનીય છે કે, જામનગરમાં સમયાંતરે વીજચોરી અટકાવવા ડ્રાઈવ હાથ ધરવામાં આવે છે અને લાખો રૂપિયાની ચોરી પકડી પાડવામાં આવે છે.


Loading...
Advertisement