પીપર ગામે કાળોતરાએ દંશ દેતા ખેત મજુરનું મોત

11 July 2019 07:21 PM
Jamnagar
  • પીપર ગામે કાળોતરાએ દંશ દેતા ખેત મજુરનું મોત

જામનગરમાં છાતીમાં દુ:ખાવો ઉપડતા યુવાનનું મોત

જામનગર તા.11 :
જામનગર શહેર જિલ્લામાં અપમૃત્યુના વધુ બે બનાવો સામે આવ્યા છે. જેમાં કાલાવડ તાલુકાના પીપર ગામે વાડી વિસ્તારમાં કાળોતરાએ દંશ દેતા ખેત મજુરનું સારવાર દરમ્યાન મૃત્યું નિપજ્યું છે. જયારે જામનગરમાં રામેશ્ર્વરનગર વિસ્તારમાં છાતીમાં દુ:ખાવો ઉપડતા યુવાનનું મૃત્યું નિપજ્યું છે.
કાલાવડ તાલુકા મથકથી 14 કિ.મી. દુર આવેલા પીપર ગામે ગઇકાલે વાડી વિસ્તારમાં આંબાભાઇ ભીખાભાઇ સાવલીયાની વાડીએ ખેતમજુરી કરી રહેલા મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાલારા તાલુકાના ગીરધા ગામના મેહતાભાઇ જુરસિંહભાઇ અવાસીયા (ઉ.વ.45) પાણીની કુંડી પાસે રીંગણા ધોવા જતાં ડાબા પગના પોચા પાસે ઝેરી જનાવરે દંશ દીધો હતો. દરમ્યાન આ યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યું નિપજ્યું હતું. આ બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસના એએસઆઇ એસઆર ચાવડા સહિતના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે જામનગરમાં રામેશ્ર્વરનગર વિસ્તારમાં રહેતા અરવિંદભાઇ રામજીભાઇ મકવાણા (ઉ.વ.40) નામના યુવાનને છાતીમાં દુ:ખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યું નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Loading...
Advertisement