પાકીસ્તાનમાં પેસેન્જર ટ્રેન અને માલગાડી ટકરાતા 11 લોકોના મોત

11 July 2019 07:20 PM
India
  • પાકીસ્તાનમાં પેસેન્જર ટ્રેન અને માલગાડી ટકરાતા 11 લોકોના મોત

Advertisement

લાહોર તા.11 પાકીસ્તાનના પુર્વી પંજાબ પ્રાંતમાં એક પેસેન્જર ટ્રેન અને માલગાડી ટકરાતા સર્જાયેલા અકસ્માતમાં 11 પ્રવાસીઓના મૃત્યુ નીપજયા હતા જયારે 60 પ્રવાસીઓ ઘાયલ થયા હતા.આ અંગેની વિગત મુજબ અકબર એકસપ્રેસ પંજાબ પ્રાંતના સાદિકાબાદ તાલુકાના વલ્હાર સ્ટેશને ઉભેલી માલગાડી સાથે ટકરાઈ હતી. માલગાડી સ્ટેશન પર લુપલાઈનમાં ઉભી હતી ત્યારે પેસેન્જર ટ્રેન મેઈન લાઈન પર જવાની જગ્યાએ ખોટા ટ્રેક પર ચાલી ગઈ હતી. 11 મૃતકોમાં એક મહિલા છે જયારે ઘાયલ થયેલા 60 પ્રવાસીઓમાં 9 મહિલા અને 11 બાળકો છે.


Advertisement