પીઠડ ગામે ધમધમતા જુગારના અખાડા પર એલસીબીનો દરોડો

11 July 2019 07:19 PM
Jamnagar Crime
  • પીઠડ ગામે ધમધમતા જુગારના અખાડા પર એલસીબીનો દરોડો

વાડી માલિક સહિત 8 શખ્સો પકડાયા: 6 શખ્સો મોરબીના: રૂા. 3.15 લાખની રોકડ કબ્જે કરાઇ

Advertisement

જામનગર તા. 11 :
જોડિયા તાલુકાના પીઠડ ગામે વાડીમાં ચાલતા જુગારધામ પર જામનગર એલસીબી પોલીસે દરોડો પાડી વાડી માલિક સહિત 8 શખ્સોને રૂા. 3.15 લાખની રોકડ સાથે પકડી પાડ્યા છે. જેમાં 6 શખ્સો મોરબીના હોવાનું સામે આવ્યું છે.
જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના પીઠડ ગામે વાડી ધરાવતો મોમૈયાજી બેચરજી જાડેજા નામનો શખ્સ પોતાની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની જામનગર એલસીબીને હકીકત મળી હતી. આ હકિકતના આધારે પોલીસે ઉપરોકત સ્થળે દરોડો પાડ્યો હતો. જેમાં વાડીની ઓરડીમાં તીનપતી નામનો જુગાર રમતા મોમૈયાજી બેચરજી જાડેજા જાતે-ગીરા ઉવ.-57 ધંધો-ખેતી રે.પીઠડ ગામ દરબાર પાડો તા.જોડીયા જી.જામનગર, જેન્તીલાલ ગાંડવભાઇ ઠોરીયા જાતે-પટેલ ઉ.વ.-42 ધંધો-વેપાર રે. ચીત્રકુટ સોસાયટી સનાળા રોડ મોરબી, હીતેષભાઇ રમેશભાઇ વીરસોડીયા જાતે-પટેલ ઉ.વ.33 ધંધો-વેપાર રે. ઉમીયાનગર સોસાયટી રવાપર રોડ મોરબી, તાહીર હુસેન કાસમભાઇ દલવાણી જાતે-સંધી ઉ.વ.47 ધંધો-એજન્સી રે. કાલીકા પ્લોટ શેરી નં.-4 રવાપર રોડ મોરબી, દીપેશધાઇ ગણેશભાઇ ધુમલીયા જાતે-પટેલ ઉ.વ-30 ધંધો-ખેતી રે. આનંદનગર સર્કલ દુર્લભ પાર્ટી પ્લોટ ની પાછળ મોરબી, નવલસિંહ પ્રભાતસિંહ જાડેજા જાતે-ગીરા ઉ.વ. 45 ધંધો-ખેતી રે. ફાટસરગામ તા.જી મોરબી, મનહરભાઇ ઓધવજીભાઇ ફેફર જાતે પટેલ ઉ.વ. 51 ધંધો-વેપાર રે. ઉમીયા સર્કલ ઉમીયા શાકભાજી ની પાછળ ખોડીયારનગર સનાળા રોડ મોરબી, ધર્મેન્દ્રસિંહ ચંદુભા ઝાલા જાતે-ગીરા ઉ.વ. 42 ધંધો-પ્રા.નોકરી રે. ખોડીયાર કોલોની બલોક નં.129 પોલીસચોકી ની બાજુમા જામનગર વાળા શખ્સોને રૂા. 3 લાખ 15 હજારની રોકડ સાથે પકડી પાડ્યા હતાં. પોલીસે તમામ શખ્સોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી એલસીબીના પો.ઇન્સ. આર.એ.ડોડીયાની સુચના મુજબ કે.કે.ગોહિલ તથા આર.બી.ગોજીયા, તથા એલસીબી સ્ટાફના જયુભા ઝાલા, બસીરભાઇ મલેક, લક્ષ્મણભાઇ ભાટીયા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલાવડીયા, ફીરોજભાઇ દલ, ખીમભાઇ ભોચીયા, લાભુભાઇ ગઢવી, મિતેશભાઇ પટેલ, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી.જાડેજા, નિર્મળસિંહ એસ.જાડેજા, હીરેનભાઇ વરણવા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, એ.બી.જાડેજા તથા અરવિંદગીરી, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવી હતી.


Advertisement