પાક વિમો-કૃષિ સમૃઘ્ધિ યોજના મુદ્દે દિલ્હી દોડી જતા કૃષિમંત્રી : પ્રશ્ર્નોની રજૂઆત

11 July 2019 07:18 PM
Gujarat
  • પાક વિમો-કૃષિ સમૃઘ્ધિ યોજના મુદ્દે દિલ્હી દોડી જતા કૃષિમંત્રી : પ્રશ્ર્નોની રજૂઆત

Advertisement

ગાંધીનગર તા.11
રાજ્યના કૃષિ પ્રધાન આર.સી.ફળદુ કેન્દ્ર કૃષિ મંત્રાલય ની મીટીંગ માં ઉપસ્થિત રહેવા માટે આજે દિલ્હી ગયા છે.
કૃષિ મંત્રાલય દ્વારા રૂટીન બેઠક ના સંદર્ભમાં રાજ્યના કૃષિ પ્રધાન આર.સી.ફળદુ આજે સવારે દિલ્હી રવાના થયા છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેન્દ્ર કૃષિ મંત્રાલય દ્વારા દેશના દરેક રાજ્યના કૃષિ મંત્રીઓની મહત્વની બેઠક રાખવામાં આવી હોવાના કારણે આર.સી.ફળદુ આ મિટિંગમાં હાજર રહેવા દિલ્હી ગયા હોવાના અહેવાલ છે તો બીજી તરફ આ બેઠકમાં કૃષિ મંત્રી દ્વારા પાક વીમા યોજના તેમજ કિસાન સમૃદ્ધિ યોજના અંતર્ગત રજુઆત કરશે તેમ મનાઇ રહ્યું છે.
સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે કે આજે મળનારી કેન્દ્રીય કૃષિ મંત્રાલયને બેઠક બાદ આવનારા દિવસોમાં વિધાનસભાના ચાલુ રહેલા બજેટસત્ર દરમિયાન કૃષિક્ષેત્રની મહત્વની જાહેરાત સરકાર દ્વારા થાય તો નવાઈ નહીં.


Advertisement