વાયબ્રન્ટ-2019માં રૂા.77 કરોડનો ખર્ચ

11 July 2019 07:16 PM
Gujarat
  • વાયબ્રન્ટ-2019માં રૂા.77 કરોડનો ખર્ચ

રૂા.11 કરોડ તો ભોજન-હોટલ માટે જ ચૂકવાયા c

Advertisement

ગાંધીનગર તા.11
રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરમાં યોજાયેલાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2017માં કુલ રૂપિયા 83,30,78258 તેમજ 2019માં કુલ રૂપિયા 77,90,50671નો ખર્ચો કરવામાં આવ્યો છે. આમ છેલ્લાં બે વાયબ્રન્ટ સમિટમાં કુલ રૂપિયા 1,61,21,28929 નાં કરાયેલાં ખર્ચમાં 11, 93, 12427 રૂપિયા ભોજન તેમજ હોટલમાં રહેવા અને જવા-આવવાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરીમાં વાયબ્રન્ટ સમિટમાં થયેલાં ખર્ચ તેમજ વિવિધ સેક્ટરોમાં થયેલાં રોકાણ અંગે લગભગ 10 જેટલાં ધારાસભ્યો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં. તેનાં લેખિત જવાબમાં મુખ્યમંત્રી ( ઉદ્યોગ )એ જણાવ્યું છે કે, વાયબ્રન્ટ સમિટ - 2019માં મૂડી રોકાણ ધ્યાનમાં લેવામાં આવ્યું નથી. જ્યારે ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2017માં કુલ રૂપિયા 83,30,78258 જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં હોટલમાં રોકાણ, જમવા અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ રૂપિયા 7,72,89415નો ખર્ચ થયો છે. તેમાં વધુમાં જણાવ્યા અનુસાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ - 2019માં કુલ રૂપિયા 77,90,50671નો ખર્ચો કરવામાં આવ્યો છે. જેમાં હોટલમાં રોકાણ, જમવા અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ રૂપિયા 4,20,23012નો ખર્ચ થયો છે. અન્ય પ્રશ્નોના જવાબમાં તેમણે કહ્યું છે કે, સમિટ 2017માં વોટર સપ્લાય સેક્ટરમાં 52 ઇન્વેસ્ટમેન્ટ ઈન્ટેન્શન મંજુર થયાં છે. તે પૈકી 21 પ્રોજેકટ ઉત્પાદનમાં ગયાં છે. પરંતુ અત્યારે કોઈ પ્રોજેકટ અમલીકરણ હેઠળ નથી. જ્યારે ટેક્સટાઇલ અને એપરલ સેક્ટરમાં 159 પૈકી 107 પ્રોજેકટ ઉત્પાદનમાં જવા સાથે 24 પ્રોજેકટ અમલીકરણ હેઠળ છે.


Advertisement