ગંદા અને દુર્ગંધવાળા પાણીથી લોકો ત્રસ્ત, શુદ્ધ પાણી આપવા રહીશોની માંગણી

11 July 2019 07:08 PM
Ahmedabad Video

Advertisement

6 મહિના પહેલાં પાણીની લાઇન બદલવા છતાં વડોદરાના વાડી વિસ્તારના રહીશો ગંદા અને દુર્ગંધવાળા પાણી સમસ્યાથી પરેશાન છે. જેને પગલે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. વડોદરાના મારૂ ફળીયા, ભાટવાડા, હાથીખાના રોડ અને ગાજરાવાડી વિસ્તારોમાં લોકો ગંદા અને દુર્ગંધવાળા પાણીને કારણે ત્રસ્ત છે. ગંદા પાણીની સમસ્યા અંગે તંત્રમાં રજુઆત કરવા છતાં પાણી બાબતે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને કારણે વાડી વિસ્તારમાં બિમારીઓ ફેલાઇ રહી છે.


Advertisement