કોંગ્રેસના ધારાસભ્યો હોમવર્ક કરતા નથી : જે આવ્યુ તે ‘ઠોકમ-ઠોક’ કરે છે : નીતિન પટેલ

11 July 2019 06:50 PM
Gujarat Politics
  • કોંગ્રેસના ધારાસભ્યો હોમવર્ક કરતા નથી :  જે આવ્યુ તે ‘ઠોકમ-ઠોક’ કરે છે : નીતિન પટેલ

વિપક્ષ પર નાયબ મુખ્યમંત્રીનો પ્રહાર : તમો વોકઆઉટ ન કર્યો તે જ એક સારી બાબત છે : કટાક્ષ

Advertisement

ગાંધીનગર તા.11
ગુજરાત વિધાનસભામાં બજેટ પરની સામાન્ય ચર્ચા ના આજે અંતિમ દિવસે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી એક કોંગ્રેસને આડે હાથ લેવાની તક ચૂક્યા ન હતા. તો બીજી તરફ કોંગ્રેસના સભ્યોએ જીતુભાઈ વાઘાણી ના પ્રકારનો સામનો કરવા પ્રયત્ન કર્યો હતો. અંદાજપત્ર સામાન્ય ચર્ચામાં જીતુભાઈ વાઘાણી પાટણ ટાઉન પ્લાનિગ મુદ્દે નિતીન ભાઇનો જવાબ યાદ કરતાવાઘાણીએ કોગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતાં જણાવ્યું હતું કે રેલ્વે એલાઈમેન્ટ ની વાત કરતી કોગ્રેસ ની એલાયમેન્ટ તો કયારની વિખાઇ ગઇ છે. આવુ ને આવુ રહ્યું તો આવતી વખતે વિરોધ પક્ષ મા બેસવા જેવી ય હાલત નહી હોય ગુજરાતમાં કોગ્રેસની ભરતી ઓ પાછળના વરસોની જોશો તો આ કોગ્રેસમા કુળના નિકળશે ત્યારે અમારું ભાજપ તો પારદર્શકતા થી રહેતું આવ્યું છે.
તમારી છત્રી કાગડો ના થાય એની ચિંતા કરજો અને પ્રજા વચ્ચે રહેવા માટે સકારાત્મક રાજનીતિ કરવાની અપીલ કરી હતી.તો બીજી તરફ બજેટ પ્રવચનમાં નીતીનભાઇ પટેલ પણ કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્યો તૈયારી કરીને ગ્રુપમાં આવતાં નથી એમની આ ટીકાથી કોંગ્રેસ ના ધારાસભ્ય શૈલેષ પરમારે નીતિન પટેલને જણાવ્યું હતું કે તમે સરકાર છો. અમારી પાસે તમારા જેવો અધિકારીઓ નો સ્ટાફ નથી અમારા ધારાસભ્યા ેપોતે જાતે અભ્યાસ કરીને ગૃહમાં આવે છે તેમ જણાવ્યું હતું કે નીતિનભાઇ પટેલે કોંગ્રેસ ને ટોણો મારતા કહ્યું હતું કે તમને જે લોકસભા નો આઘાત લાગ્યો છે એની કળ હજુ સુધી નથી વળી એટલું જ નહીં બજેટ સત્રમાં વિપક્ષ ના એકપણ ધારાસભ્યો આ વખતે સત્રમાં હોમવર્ક કરીને આવ્યા હોય એમ લાગતુ નથી બધાએ જે આવ્યું એ ઠોકમ ઠોક કર્યું છે . વિપક્ષ એક પણ સભ્ય એ કોઇ એ ક્રોસ સવાલ કેમ કર્યા નથી. કેમકે કોંગ્રેસના સભ્યોએ ગૃહમાં આવતા પહેલા અભ્યાસ નથી કર્યો કેમ નિતીન પટેલ ગૃહમાં જણાવ્યું હતું. તો બીજી તરફ કોંગ્રેસ ને શીખ આપતા નીતિન પટેલે જણાવ્યું હતું કે હવે કોગ્રેસ શીખી છે કે પ્રજાના પ્રશ્નો ગૃહમાં એમનાવિસ્તારના પ્રશ્નો રજૂ કરવા થી જ પ્રજાના દિલ જીતાય અને માટેજ આ વખતે એકપણ વાર કોંગ્રેસે વોકઆઉટ નથી કર્યો એ સારી વાત છે. એમ કહેતા ભાજપના સભ્યોએ તેમના આ વિધાનને પાટલી થપથપાવીને વધાવ્યો હતો.


Advertisement