રાજકોટ જિલ્લામાંથી રૂા.10 કરોડ અને સમગ્ર ગુજરાતમાંથી રૂા.200 કરોડનો શરાબ ઝડપાયો

11 July 2019 06:49 PM
Crime Gujarat
  • રાજકોટ જિલ્લામાંથી રૂા.10 કરોડ અને સમગ્ર ગુજરાતમાંથી રૂા.200 કરોડનો શરાબ ઝડપાયો

રાજયમાં 762 આરોપીઓ એક વર્ષથી વધુ સમયથી ફરાર

Advertisement

ગાંધીનગર તા.11
ગુજરાતમાં દેશી વિદેશી દારૂ નું ધૂમ વેચાણ થઇ રહ્યું છે.તો બીજી તરફ દારૂના દૂષણ દૂષણને નાથવા વર્તમાન ભાજપ સરકાર કટિબદ્ધ બની છે જો કે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં દેશી વિદેશી તેમજ બીયર સહિત અંદાજિત 2 અબજથી વધુ ની રકમ નો દારૂ પોલીસે પકડી પાડયા છે.
ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી માં દેશી તેમજ વિદેશીદારૂ અંગે પૂછેલા અલગ અલગ પ્રશ્નોમાં ગૃહ રાજય મંત્રી એ લેખિત ઉત્તર આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 1 લાખ 32 હજાર 415 દેશી દારૂના કેસો કરવામાં આવ્યા છે જ્યારે 29,989 વિદેશી ધર્મના કેસ નોંધાયા હોવાનો સ્વીકાર કર્યો હતો જો કે સરેરાશ જોવા જઈએ તો દૈનિક દારૂના દૂષણ ના 181 કેસો નોંધાયા ની સામે આવી છે.
દારૂ અંગે ના અલગ અલગ પ્રશ્નનું લેખિત જવાબ આપતા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જણાવ્યું હતું કે નોંધાયેલા કેસો પૈકી 1,105 ગુનેગારો છ માસ થતા વધુ સમયથી પોલીસ પકડથી દુર રહ્યા છે જ્યારે 762 આરોપીઓને એક વર્ષ કરતાં વધુ સમયથી પોલીસ પકડી શકી નથી.
અત્રે નોંધનીય છે કે દારૂ ના કેસો પૈકી રાજકોટ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 4548 દેશી દારૂ નામ વેચાણના કેસ નોંધાયા છે જ્યારે વિદેશી દારૂના 1524 પોલીસ નોંધાઇ ચૂક્યા છે ત્યારે છેલ્લા બે વર્ષમાં 7 192 છેલ્લા બે વર્ષ દરમિયાન પકડયા હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે જોકે રાજકોટ જિલ્લામાં હજુ 45 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દુર રહ્યા હોવાનો લેખિત ઉત્તરમાં સ્વીકાર થયો છે તો બીજી તરફ દારૂબંધીના કડક અમલ કરતી વર્તમાન સરકારના દાવા વચ્ચે છેલ્લા બે વર્ષમાં 15,40 ,454 લીટર દેશીદારૂ (15 લાખ 40 હજાર) તેમજ 1,29,50 463 (1કરોડ 29 લાખ) વિદેશી દારૂની બોટલો તેમજ 17,34,792 દિયર ની બોટલો પકડી હોવાનો સ્વીકાર ગૃહવિભાગના લેખિત ઉત્તરમાં કરવામાં આવ્યો છે ત્યારે છેલ્લાં બે વર્ષમાં પકડાયેલ દેશી વિદેશી તેમજ બિયરની પકડાયેલી બોટલો ની કુલ કિંમત 2,54,80,82,966 બે અબજ કરતાં પણ વધુ થવા જાય છે.
અત્રે નોંધનીય છે કે રાજ્ય સરકારના લેખિત ઉત્તરમાં જણાવ્યા અનુસાર સમગ્ર ગુજરાત પૈકી રાજકોટ જિલ્લામાં 325073 વિદેશી દારૂની બોટલો પકડાય છે જ્યારે 32 145 દિયર નો જથ્થો પકડવામાં આવે છે આ ઉપરાંત 94495 દેશી દારૂનો જથ્થો પકડવામાં આવ્યો છે. આ દારૂ ની કિંમત ઉપર નજર કરીએ તો પકડાયેલા વિદેશી દારૂની 102591465 કિંમત થાય છે જ્યારે દેશી દારૂની 1889900 ની કિંમત થાય છે આ ઉપરાંત પકડાયેલા બીયર ની કુલ કિંમત 32,33,900 મળી દેશી-વિદેશી અને બિયર સહિતની કુલ કિંમત 10,81,66,978 એટલે કે 10 કરોડ 81 લાખ થી વધુ થવા જાય છે આમ રાજકોટ જિલ્લામાંથી 10 કરોડ 81લાખ ની કિંમતનો દારૂ પકડી પાડવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે.


Advertisement