ચૂનાના પાવડરની આડમાં લઇ જવાતા રૂ.48.74 લાખના દારૂ સાથે ત્રણ ઝબ્બે

11 July 2019 06:35 PM
Ahmedabad Crime Video

Advertisement

અમીરગઢ ચેકપોસ્ટ નજીકથી ચૂનાના પાવડરની આડમાં બે ટ્રકમાં લઈ જવાતા 12456 દારૂની બોટલો સાથે 3 શખ્સોને ઝડપી પાડી રૂ.62,97,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બુધવારે અમીરગઢ પોલીસ સ્ટાફ અને જીઆરડીના જવાનોએ ચેકપોસ્ટ નજીકથી ચેકીંગ દરમિયાન પસાર થઇ રહેલા ટ્રકની તલાસી લેવા ટ્રકને ઉભી રખાવતા ટ્રકમાં સવાર લોકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્રણ લોકોને ઝડપી ટ્રકોની તલાસી લેતા ટ્રકમાં ચૂનાના પાવડરની આડમાં દારૂની પેટીઓ સંતાડેલી હતી.


Advertisement