15 દિવસની બાળકીના હાથના 3 ટુકડા થયા હોવાનો પરિવારજનોનો આક્ષેપ

11 July 2019 06:33 PM
Ahmedabad

Advertisement

ડોદરા શહેરની જમનાબાઇ હોસ્પિટલમાં ગાયનેક વિભાગના તબીબની નિષ્કાળજીના કારણે 15 દિવસની બાળકીના હાથના 3 ટુકડા થઇ ગયા હોવાનો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. હોસ્પિટલના તબીબે જણાવ્યું કે, બાળકીનો ફેક્ચર થયેલો હાથ સારો થઇ જશે. વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતા મૂળ રાજસ્થાની રાકેશભાઇ ખેદડએ જણાવ્યું હતું કે, 23 જુનના રોજ મારી પત્ની કવિતાએ જમનાબાઇ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. પત્નીની પ્રસૂતિ કરાવનાર તબીબની બેદરકારીના કારણે બાળકીના હાથના 3 ટુકડા થઇ ગયા હોવાનો બાળકીના પિતાએ આક્ષેપ કર્યો છે.


Advertisement