સુપ્રીમ કોર્ટે દરેક રાજયોમાં કોર્ટમાં ખાલી જગ્યાઓ અંગે માહિતી માંગી

11 July 2019 06:26 PM
India
  • સુપ્રીમ કોર્ટે દરેક રાજયોમાં કોર્ટમાં ખાલી જગ્યાઓ અંગે માહિતી માંગી

ખાલી જગ્યાઓ સંબંધે લેવાયેલા પગલાના રિપોર્ટ અંગે 30 જુલાઈએ સુનાવણી થશે

Advertisement

નવી દિલ્હી તા.11
સુપ્રીમ કોર્ટે દરેક રાજયો, કેન્દ્ર શાસીત પદેશો અને ઉચ્ચ ન્યાયાલયના રજીસ્ટ્રાર જનરલોને જણાવ્યું છે કે તેઓ જીલ્લાઅને અધિનસ્થ ન્યાયિક સેવાઓમાં વિભિન્ન પદોની જગ્યાઓ ભરવા સંબંધે વિગત રજુ કરવા જણાવ્યું છે.
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પીઠે મંગળવારે સંબંધીત ઓથોરીટીને પ્રત્યેક રાજયમાં ન્યાયિક સેવામાં ખાલી જગ્યાઓ ભરવાના સંબંધે ઉઠાવવામાં આવેલા પગલાના બારામાં સૂચિત કરવા જણાવ્યું છે. આ રિપોર્ટપર સુનાવણીની આગામી તારીખ 30 જુલાઈ રખાઈ છે.
પીઠે અધિકારીઓને પ્રત્યેક કેડરની કુલ ક્ષમતાના બારામાં વિવરણ દાખલ કરવાનું કહ્યું છે. આ સિવાય પીઠ દ્વારા વિભિન્ન વિભાગોમાં ખરેખર ભરવામાં આવેલા પદોની સંખ્યા પ્રત્યેક કેડરમાં ખાલી પડેલા પદોની સંખ્યા ઉપરાંત જે પદોના સંબંધે હાલમાં પસંદગી ચાલી રહીછે તે સહીત વિવિધ મુદે માહિતી માંગવામાં આવી છે.c


Advertisement