લજાઇ નજીક ફાર્મ-કારખાનામાં ગેરકાયદે લેવાયેલા નળ જોડાણ કાપી નાંખતા લોકો

11 July 2019 06:15 PM
Morbi

તંત્ર ન જાગતા જનતા રેડ...

Advertisement

જીલ્લામાં પાણી ચોરીના દુષણને ડામવા માટે કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે પરંતુ તેની અમલવારી કરાવવામાં આવતી નથી જેથી પાણી ચોરી કરીને જુદાજુદા કારખાનાઓમાં લઇ જવામાં આવે છે. મોરબી નજીક આવેલા જોગ આશ્રમ રોડ પરથી લજાઈ થી નસીતપર જતી નર્મદાના પીવાના પાણીની લાઈનમાં ગામડાના લોકોને પીવાનું પાણી આપવા માટેની લાઈન નીકળે છે જેમાંથી ગેરકાયદે કારખાના વાળાઓએ તેમજ ફાર્મ હાઉસવાળાઓએ કનેક્શન લઇ લેતા સ્થનિક લોકોએ રેડ કરીને કાપી નાખ્યા હતા.
લજાઈથી નસીતપર જતી પીવાના પાણીની નર્મદા લાઈનમાંથી પાણી ચોરી કરવામાં આવતી હતી તેમ છતાં તંત્ર દ્વરા તેની સામે આંખઆડા કાન કરવામાં આવી રહ્યા હતા જેથી ગ્રામજનો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી ત્યારે 15 જેટલા ગેરકાયદે કનેકશનો મળી આવતા લોકોએ જાતે આ કનેક્શન કાપીને પાણી ચોરીને રોકી હતી જો કે લોકોએ જનતા રેડ કરી ચ તે વાતની જાણ થતાજ ટંકારા મામલતદાર પણ ઘટના સ્થળે પહોચી ગયા હતા. ત્યારે સવાલએ ઉભો થાય છે કે, કલેકટરના જાહેરનામાની ચુસ્તપણે અમલવારી કેમ કરાવવામાં આવતી નથી.


Advertisement