મોરબી ત્રાજપર ચોકડી પાસે ટ્રકે છોટા હાથીને ટકકર મારતા એકને ઈજા: સારવારમાં

11 July 2019 06:10 PM
Morbi
  • મોરબી ત્રાજપર ચોકડી પાસે ટ્રકે છોટા હાથીને ટકકર મારતા એકને ઈજા: સારવારમાં

Advertisement

મોરબી-2 સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડી નજીક ટ્રકચાલકે છોટા હાથી વાહનને હડફેટ લેતા શૈલેષ જેરામભાઈ લીંબડ (ઉ.વ.22) રહે. નવા જાંબુડીયા તા.જી. મોરબીને ઈજાઓ થતા અત્રેની મધુરમ ઓર્થોપેડીક હોસ્પીટલે સારવારમાં લઈ જવાયો હતો. જયારે મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ માળીયા-વનાળીયા સોસાયટીમાં નજીવી બાબતે મારામારી થતા દિલીપ અજીતભાઈ પરમાર (ઉ.વ.28), અમરજી લવજી પરમાર (ઉ.વ.54) અને ધર્મેશ વાલજીભાઈ આંબલીયા (ઉ.વ.20)ને સારવારમાં લઈ જવાયા હતા. જયાં અમરશીભાઈએ જણાવ્યા પ્રમાણે રાત્રે દશેક વાગ્યે તેમના ભત્રીજા સુરેશ હમીરએ ધોકા-પાઈપ વડે માર મારેલ છે તો ધર્મેશ આંબલીયાના જણાવ્યા પ્રમાણે દીપક દામજી અને અમીત છગને તેને ધોકા-પાઈપ મારેલ છે. બીટના ઈમ્તીયાઝભાઈ જામએ આગળની તપાસ હાથ ધરેલ છે.
જયારે ત્રાજપર મેલડી માતાના મંદિર પાસે થયેલ મારામારીમાં ઈજાઓ થતા વિજય નાનભાઈ પાટેલીયા (ઉ.વ.30)ને ઈજાઓ થતા સારવારમાં લઈ જવાયો હતો અને ભડીયાદરોડ જવાહર સોસાયટીમાં ઘર પાસે બની રહેલ બીલ્ડીંગના બાંધકામ દરમ્યાન સેન્ટીંગનો ફરમો છટકતા પત્થર ઉડીને લાગી જતા ગૌતમ નાનજી સાગઠીયા (ઉ.વ.35) રહે. જવાહર સોસાયટી મોરબી-2 ને પણ સિવિલે સારવારમાં લઈ જવાયો હતો.


Advertisement