મોરબીના ગોરખીજડીયા ગામેથી પરપ્રાંતીય સગીરાનું અપહરણ

11 July 2019 06:06 PM
Morbi
  • મોરબીના ગોરખીજડીયા ગામેથી પરપ્રાંતીય સગીરાનું અપહરણ

મોરબી-માળીયા હાઇવેમાં ટ્રેલર-રીક્ષા અકસ્માતમા બે યુવાનો ઘવાયા

મોરબીના ગોરખીજડીયા ગામેથી સગીરાનું અપહરણ થઇ જતાં તેણીના ભાઇએ ફરિયાદ નોંધાવતા સીપીઆઇએ તપાસ શરૂ કરેલ છે.
મૂળ મઘ્યપ્રદેશના આદીવાસી પરિવારના બે ભાઇ તેઓની પત્નીઓ તથા એક સગીરવયની (ઉ.વ.સાડા દશ વર્ષ)બહેન સાથે મોરબી મજુરી અર્થે આવ્યા હતા. પાંચેય મોરબી તાલુકાના ગોરખીજડીયા નજીક આવેલા એક યુનીટના લેબર કવાર્ટરમાં રહીને ત્યાં જ મજુરી કામ કરતા હતા. દરમિયાનમાં એમપીના ધાર જિલ્લાના સિમલીપુરા ગામનો મોલુરામ નાનુરામ ડાવર જાતે આદીવાસી નામનો શખ્સ બદકામના ઇરાદે સગીરવયની આદીવાસી પરિવારની દિકરીનું અપહરણ કરી જતા ભોગ બનેલ સગીરાના ભાઇએ મોરબી તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવતા કલમ 363, 366 મુજબ અપહરણનો ગુનો નોંધાવા પામેલ છે. જેની તપાસ સીપીઆઇ આર.કે.ઝાલા તથા રાયટર અનંતરાય પટેલ સહિતના સ્ટાફે અપહ્યત સગીરા તથા આરોપીની ભાળ મેળવવા તપાસ શરૂ કરેલ છે.
ઝે૨ી દવા પીતા સા૨વા૨માં
માળીયા(મીં) તાલુકાના વિદ૨કા ગામે ૨હેતા કંચનબેન વે૨શીભાઈ હિ૨ાભાઈ સુ૨ેલા (ઉ.વ.૩૪) નામની મહિલાએ અકળ કા૨ણોસ૨ ઝે૨ી દવા પી લેતા કંચનબેન સુ૨ેલાને અહીંની મંગલમ હોસ્પિટલે સા૨વા૨માં લઈ જવાયા હતા. જયા૨ે મો૨બી વીશીપ૨ા મદીના સોસાયટીમાં ૨હેતા નિઝામ હૈદ૨ભાઈ જેડા(ઉ.વ.૩૦) નામના મીંયાણા યુવાન ેઅગમ્ય કા૨ણોસ૨ અહીંની ચિત્રકુટ ટોકીઝ સામે કબ્રસ્તાન નજીક ફિનાઈલ પી લેતા તેને સિવિલે સા૨વા૨માં લઈ જવાયો હતો.
વાહન અકસ્માત
મો૨બી-માળીયા હાઈવે સનો૨ા સિ૨ામીક નજીક ટ્રેઈલ૨ ચાલકે ૨ીક્ષ્ાાને હડફેટ લેતા નવી ટીંબડી ગામના લાલો મનજીભાઈ મક્વાણા(ઉ.વ.૧૯) અને વિજય બટુકભાઈ સિંચદાણા (ઉ.વ.૨૨)ને ઈજાઓ થતા સા૨વા૨માં લઈ જવાયા હતા. મો૨બી શક્તશનાળા ગામે ૨હેતા ૨ાયસિંગ વશ૨ામભાઈ કુકાવા (ઉ.વ.૬૦) નામના વૃધ્ધ કામ સબબ મો૨બી આવેલ અને ગાંધી ચોકથી પ૨ત શનાળા જતા સમયે સ૨દા૨બાગ પેટ્રોલ પંપ નજીક બાઈકની હડફેટ ચડી જતા ૨ાયસિંગભાઈને દવાખાને સા૨વા૨માં લઈ જવાયા હતા.


Loading...
Advertisement