હળવદમાં યુવાનો દ્વારા શિક્ષણ યજ્ઞમાં આહુતિ

11 July 2019 05:51 PM
Surendaranagar
  • હળવદમાં યુવાનો દ્વારા શિક્ષણ યજ્ઞમાં આહુતિ

ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા જરૂરીયાતમંદ 1200 વિદ્યાર્થીઓને વિનામુલ્યે શૈક્ષણિક કીટનું વિતરણ

Advertisement

હાલ ના સમય મા શિક્ષણ દિવસે ને દિવસે મોંઘુ થતું જાય છે ત્યારે શૈક્ષણીક ખર્ચ મા વાલીઓ ની કમર તોડી નાખી છે. ત્યારે હળવદ ના ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ ના મિત્રો એ મહેનત કરી ને દરેક સ્કુલ માં જઈ ને વેસ્ટ પસ્તી ભેગી કરી વેસ્ટ માંથી બેસ્ટ એમ જૂની પસ્તી વેચી નવા ફૂલ સ્કેપ ચોપડા બનાવી તેમજ કંપાસ પેન્સિલ રબર સંચો બોલપેન વગેરે જેવી વસ્તુઓ નો ઉપયોગ કરી 1200 જેવી શૈક્ષણીક કીટ હળવદ ની જરૂરિયાત વાળી સ્કુલ જેવી કે ભવાનીનગર પ્રાથમિક શાળા, જી આઇ ડી સી મા આવેલ પ્રાથમિક શાળા જેવી 6 શાળાઓ ને તમામ વિદ્યાર્થીઓ ને આ કીટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ બાળકો ને ભણતર વિશે જ્ઞાન આપી ભણતર નું મહત્વ સમજાવ્યું હતું. અને બાળકો ને દરરોજ શાળાએ આવવા માટે પહેલ કરી હતી.
આ ગ્રુપ દ્વારા 1 લાખ ની રકમ ની 1200 કીટ બનાવવા મા આવી હતી. આ પ્રોજેક્ટ ને સફળ બનાવવા માટે પ્રમુખ દિવ્યાંગ શેઠ, માજી પ્રમુખ વિશાલ જયસ્વાલ, તથા અજ્જુભાઈ, કાળુભાઇ ઠાકોર, પાર્થ પટેલ, શનીભાઈ ચૌહાણ,મયુરભાઈ ગાંધી, ધર્મેન્દ્રભાઈ (શિક્ષક), કશિશ રાવલ,ઘનશ્યામ ભાઇ બારોટ..વગેરે હાજરી આપી હતી.


Advertisement