વંથલી વણકરવાસમાં જુના ઝગડાના મનદુ:ખ પ્રશ્ને પરિવારો વચ્ચે બઘડાટી: દુકાનમાં તોડફોડ-નુકશાન

11 July 2019 05:31 PM
Junagadh Crime
  • વંથલી વણકરવાસમાં જુના ઝગડાના મનદુ:ખ પ્રશ્ને પરિવારો વચ્ચે બઘડાટી: દુકાનમાં તોડફોડ-નુકશાન

મહિલા સહિત આઠ સામે રાયોટીંગનો ગુનો દાખલ: જુનાગઢમાં દંપતિ બાખડયુ

વંથલી ખાતે વાણવી પરિવારના અગાઉના ઝઘડાના મનદુ:ખના કારણે ઘાતક હથીયારો વડે એક મહિલા સહિત આઠ શખ્સોએ હુમલો કરી દુકાનમાં તોડફોડ કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ વંથલી વણકર વાસમાં પ્રફુલભાઈ હેમંતભાઈ વાણવી ઉ.32ને અગાઉ 15 વર્ષ અને 10 વર્ષ અગાઉ ઝગડો થયેલ જે બાબતનું મનદુ:ખ રાખી આરોપીઓએ એક સંપ કરી પ્રાણઘાતક હથીયારો વડે ગે.કા. મંડળી રચી પ્રફુલભાઈ વાણવી અને તેના પત્નિ રેખાબેનને ઢીકાપાટુનો માર મારી ભુંડી ગાળો આપી લાકડીઓ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી દુકાનમાં તોડફોડ કર્યાની ફરીયાદ નોંધાવી છે આરોપી તરીકે વિજય ગોવા વાણવી, હિતેષ વિજય વાણવી, એભો ઉર્ફ ધમેશ વિજય વાણવી, ઉષાબેન વિજય વાણવી, સંજય ગોવા વાણવી મયુર સંજય વાણવી કીરીટ સંજય વાણવી અને સંજયનો સાળો નરેડીવાળો સહિત ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. ઈન્ચાર્જ પીએસઆઈ એન.બી. ચૌહાણે તપાસ હાથ ધરી છે.
પત્નીને પતિએ નાક પર મુકકો માર્યો
જુનાગઢ ઝાંઝરડા રોડ અજીત મેમણ કોલોની અજમેરી પાર્ક જુનાગઢ ખાતે સાસરીયે રહેતી હાલ અમરેલી માવતરને ત્યાં રહેતા અલ્માસુબેન અફઝલ બીલાલ ભીમાણીનો પતિ અફજલ વીલાલ માનસીક ત્રાસ આપતો હોય વારંવાર તેમની સાસુની ચઢામણીથી ઢોર માર મારતો હોય ગત તા.2-7ના રોજ સાસુ બીલ્કીશબેન વીલાસે અલ્માસબેન ને પકડી રાખી પતિએ નાક ઉપર મુકકો મારી લોહીલોહાણ કરી દીધેલ જેની ગઈકાલે મહિલા પોલીસમાં ફરીયાદ થતા મહિલા પોલીસે તપાસ હાથ ધરી છે.
સર્પદંશથી મોત
માળીયાના કરીંભડા ગામે રહેતા દુધીબેન જીવાભાઈ પાથર (ઉ.65)ને ઝેરી શાપે દંડ દેતા મોત નોંધાયુ હતું.
દાઝી જતા મોત
ધોરાજીના જમનાવડ ખાતે રહેતા શારદાબેન રમેશભાઈ (ઉ.50) કોઈ કારણોસર દાઝી જતા ધોરાજી થી જુનાગઢ સરકારી દવાખાને ખસેડાતા જયાં તેમનું સારવાર દરમ્યાન મોત નોંધાયુ હતું.


Loading...
Advertisement