અમદાવાદમાં નવનિર્મિત જૈન તેરાપંથ ભવનનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઉદઘાટન થયું

11 July 2019 05:29 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદમાં નવનિર્મિત જૈન તેરાપંથ ભવનનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઉદઘાટન થયું
  • અમદાવાદમાં નવનિર્મિત જૈન તેરાપંથ ભવનનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઉદઘાટન થયું

અનેકાંત, અપરીગ્રહ, અહિંસાના સિઘ્ધાંતો વૈજ્ઞાનિક તથ્યો સાથે સમાજ જીવનમાં પ્રસ્થાપિત કરી વિશ્ર્વનું દિશાદર્શન ભારત કરશે : મુખ્યમંત્રી

Advertisement

અમદાવાદ તા.11
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આવનારી સદી ભારતની સદી વર્ણવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, નવી પેઢી સહિત લોકોમાં જૈન ધર્મના અનેકાંત, અપરિગ્રહ અહિંસાના સિધ્ધાંતોને વૈજ્ઞાનિક તથ્યો સાથે પ્રસ્થાપિત કરીને વિશ્વનું દિશાદર્શન ભારત કરશે.
મુખ્યમંત્રી અમદાવાદમાં તેરાપંથ સમાજના રૂ. 6 કરોડના ખર્ચે નવનિર્મિત તેરાપંથ ભવનનું ઉદ્દઘાટન કરતાં સંબોધન કરી રહ્યા હતા. તેમણે જૈન સમાજના આચાર્ય ભિક્ષુકજી, તુલસીજીથી લઇને યુવા આચાર્ય મહાપ્રજ્ઞેયજીએ સામાજિક અને આધ્યાત્મિક ચેતના જગાવવાને જે યજ્ઞ આદર્યો છે તેને આ ભવનનની ગતિવિધિઓથી વેગ મળશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
રાજ્યમાં પગપાળા વિચરણ કરતા જૈન સાધુ-સાધ્વીઓને માર્ગ અકસ્માતથી રક્ષણ આપવા પગદંડી તહેત રપ0 કિ.મી.ના કામો થયા છે. આ વર્ષે નવા રપ0 કિ.મી.ના કામો વેગવાન બનાવવાની ભૂમિકા પણ શ્રી વિજયભાઇ રૂપાણીએ આપી હતી.
મુખ્યમંત્રીએ સાંપ્રત સમયમાં અહિંસા, અપરિગ્રહ, તપોનિષ્ઠા માટે આવા ભવનોને ચેતના કેન્દ્ર ગણાવતાં તેરાપંથ ભવનનું નિર્માણ રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ છે તેમ ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ અન્ય માટે સમર્પિત થવાના-સમાજને કાંઇ આપવાના અને અહિંસા-સદાચારના મહાવીર સ્વામીના સિધ્ધાંતોને અનુસરીને ગાંધી-સરદાર-હેમચંન્દ્રાચાર્ય, નર્મદના ગુજરાતને વધુ સમૃધ્ધ-સશકત શકિતશાળી સમાજ સહયોગથી બનાવવાની નેમ દર્શાવી હતી.
આ અવસરે મુખ્યમંત્રીશ્રી ક્ધયા કેળવણીનિધિમાં તેરાપંથ સમાજે રૂ. પ લાખના ફાળાનો ચેક અર્પણ કર્યો હતો. સમાજના અધ્યક્ષ નાનાલાલ કોઠારીજીએ સ્વાગત પ્રવચનથી સૌને આવકાર્યા હતા. પ્રધાન ટ્રસ્ટી શ્રી સજનલાલજીએ ભવનના નિર્માણનો હેતુ સ્પષ્ટ કર્યો હતો.
તેરાપંથ-જૈન સમાજના વિવિધ અગ્રણીઓએ મુખ્યમંત્રીનું સન્માન-અભિવાદન કહ્યું હતું. આ વેળાએ અમદાવાદના મેયર શ્રીમતી બિજલ પટેલ, અસારવાના ધારાસભ્ય પ્રદીપભાઇ, પૂર્વ મંત્રી ભરતભાઇ બારોટ, જૈન સાધ્વી સત્યપ્રભાજી સહિત સાધ્વી ગણ, જૈન સમુદાયના સૌ ભાવિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Advertisement