ભેંસાણના ચુડા ગામની સીમમાં ધોળા દિવસે રહેણાંક મકાનમાંથી રૂા.2.55 લાખની ચોરી

11 July 2019 05:26 PM
Junagadh
  • ભેંસાણના ચુડા ગામની સીમમાં ધોળા દિવસે રહેણાંક મકાનમાંથી રૂા.2.55 લાખની ચોરી

પાણીધ્રા ગામે સગાઈ તુટી જતા યુવતિનો ગળાફાંસો ખાઈ આપઘાત

Advertisement

ભેંસાણના ચુડા ગામે ગઈકાલે ભર બપોરના રહેણાક મકાનના તાળા તોડી રોકડ રૂા.50 હજાર સોના ચાંદીના દાગીના સહિત કુલ 2.55 ની મતાની ચોરી કરી લઈ ગયાની ફરીયાદ ભેંસાણ પોલીસમાં નોંધાઈ છે.
આ અંગેની વિગત મુજબ ભેંસાણથી 15 કીમી દુર ચુડા ગામે ટાકુડીપરા ગુંદાળી રોડ પર રહેતા પટેલ રમેશભાઈ જસમતભાઈ વઘાસીયા (ઉ.50) ગઈકાલે બપોરના બે કલાકે તેના ઘરે તાળુ મારીને વાડીએ ગયેલ ત્યારે ઘરને તાળુ મારેલ હતું બાદ કોઈ જાણભેદુએ ઘરનું દરવાજાનું તાળુ તોડી કબાટનો લોક તોડી રૂા.50 હજાર સોનાનો હાર ગોળ ચકદાવાળો અઢી તોલાનો રૂા.75 હજાર સોનાનો ચેન અઢી તોલાનો આઠ ગ્રામની 15 હજાર, સોનાનું પેન્ડલ સેટ બે તોલા રૂા.50 હજાર ચાંદીના કંદારા બે છડા પાંચ જોડી 500 ગ્રામ રૂા.15 હજાર મળી કુલ રૂા.2,50,000ના મુદામાલની ચોરી કોઈ જાણભેદુ કરી ગયાની ફરીયાદ નોંધાતા પીએસઆઈ ચુડાસમાએ તપાસ હાથ ધરી છે.
સગાઈ તુટતા યુવતીનો આપઘાત
માળીયાહાટીના પાણીધ્રા ગામે રહેતા દેવશીભાઈ દેવરાજભાઈ બારીયાની દીકરી હેમીબેન (ઉ.19)ની 5 વર્ષ પહેલા બામણાસા ઘેડ ગામે સગાઈ થઈ હતી કોઈ કારણોસર સગાઈ તુટી જતા જે બાબતે લાગી આવતા અને આઘાત સહન ન થતા કાલે બપોરના 3 કલાકે તેના ઘરે રૂમમાં પુરાઈ જઈ પંખા સાથે લટકીને ગળે ફાંસો ખાઈ લેતા ગંભીર હાલતમાં માળીયા દવાખાને લઈ જતા જયાં તેમને ડોકટરે મૃત જાહેર કર્યા હતા. બનાવની તપાસ હાથ ધરી છે.
દારૂ ઝડપાયો
જુનાગઢ એ ડીવીઝન હદમાં દાઉદી વ્હોરા જમાત ટ્રસ્ટના બંધ મકાનમાં ગત સાંજે સાડા સાત કલાકે ક્રાઈમ બ્રાંચે ત્રાટકી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની 64 બોટલ કીંમત રૂા.25 હજારનો જથ્થો કબજે કર્યો હતો. રેડ દરમ્યાન હાજર નહી મળેલ ઈકબાલ ઉર્ફે લંબુ હુસેનદ પડાયા ઘાંચી સામે ગુનો એ ડીવીઝનમાં નોંધાવતા પીએસઆઈ બારસીયાએ તપાસ હાથ ધરી છે.


Advertisement