સેમીફાઈનલમાં ધોની આઉટ થતા આઘાતમાં ચાહકનું મોત થયું

11 July 2019 05:26 PM
Sports
  • સેમીફાઈનલમાં ધોની આઉટ થતા આઘાતમાં ચાહકનું મોત થયું

યે કૈસી દિવાનગી?

Advertisement

કોલકતા તા.11
આપણે ત્યાં ક્રિકેટની દિવાનગી એવી છે કે હાર-જીતની ફેન્સ પર ગંભીર અસર થાય છે. ગઈકાલે વર્લ્ડકપમાં સેમીફાઈનલમાં ધોની આઉટ થતા કોલકતાના એક ક્રિકેટ ચાહકનું આઘાતમાં મોત નિપજયું હતું.
માંચેસ્ટરમાં વર્લ્ડકપ દરમિયાન રવિન્દ્ર જાડેજા અને ધોનીની પાર્ટનરશીપે ભારતની જીતની આશા જગાડી હતી પરંતુ પહેલા જાડેજા અને બાદમાં ધોની આઉટ થઈ જતા ફેન્સ ઉદાસીમાં ધકેલાઈ ગયા હતા પણ આ આઘાત કોલકાતા એક ચાહત સહન નહોતો કરી શકયા અને તેમનું આઘાતમાં મોત થયું હતું.
કોલકાતામાં સાઈકલના દુકાનદાર શ્રીકાંત મૈત્રી પોતાની દુકાનમાં બેસીને મોબાઈલમાં મેચ જોતા હતા. વર્લ્ડકપમાં ભારતીયોનું જીતવાનું સપનુ રોળાઈ જતા તેઓ દુકાનમાં જ ઢળી પડયા હતા.
આ વિસ્તારમાં મીઠાઈની દુકાન ધરાવતા સચીન ઘોષે કહ્યું હતું કે જોરથી અવાજ આવતા અમે દુકાન તરફ દોડયા, અમે શ્રીકાંતને મૂર્છીત અવસ્થામાં જોયા. અમે નજીકના દવાને લઈ જતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.


Advertisement